Mysamachar.in-જામનગર:
હિંદુધર્મમાં વૈદિક ઋષિ પરંપરા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સચોટ દર્શન કરાવે છે,જેને આજનું વિજ્ઞાન પણ કબુલ કરેછે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં પ્રવેશ કરે છે, એ નિયમને આપણે સંક્રાંતિના નામે ઓળખી છીએ. એક વર્ષમાં બાર વખત સંક્રાંતિ આવે છે,અને જયારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે,એને આપણે મકર સંક્રાંતિના નામે ઓળખી છીએ, અને આ મકર સંક્રાંતિનું પુણ્ય ખુબજ મહત્વનું હોય છે,
તારીખ 14 JAN 2021 સોમવારે વિક્રમ સંવંત 2077 પોષ માસની સુદ-એકમ તિથિમાં શ્રવણ નક્ષત્રમાં અને વજ્ર યોગમાં સવારે 08 કલાક 15 મિનીટથી સૂર્યનારાયણ મકર રાશીમાં પ્રવેશ કરે છે,મકર સંક્રાંતિ વિશેની માહિતી નીચે પ્રમાણે છે,
સંક્રાંતિનું નામ નંદા છે,પશ્ચિમ દિશામાંથી આવી પૂર્વ દિશા તરફ જાય છે,એનું મુખ ઉતર દિશામાં છે,અને અગ્નિ ખૂણા તરફ જોય રહી છે,સંક્રાંતિના નક્ષત્રો રોહિણી,ઉતરા ફાલ્ગુની,ઉતરા ષાઢા અને ઉતરા ભાદ્રપદ છે,વાહન સિંહ છે,ઉપવાહન હાથી છે,સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે,હાથમાં ભુશુંડી લીધેલ છે,કપાળમાં કસ્તુરીનું તિલક કરેલ છે, ઉમરમાં બાળા હોવાથી બેઠેલી છે, સુગંધને માટે પન્નાગનું ફૂલ લીધેલું છે,અનાજ ખાય છે,ભોજનપાત્ર સુવર્ણનું છે,દેવ જાતી છે,આભુષણ માટે પ્રવાલ (મંગળનો નંગ) ધારણ કરેલ છે.
-સંક્રાંતિનું ફળ
ખેડૂતોને પાકનું સારું વળતર મળે અને અનાજ મોંઘુ થાય તેમજ સફેદ ચીજવસ્તુ મોંઘી થાય તેવું લાગી રહ્યું છે.!!!
સોનું અને અનાજ મોંધુ થાય,રાજકારણમાં ગરમાવો વધે,સમાજમાં એકબીજા પ્રત્યે વિરોધાભાસ વધે એવું લાગી રહ્યું છે.!!!
ગુરૂવારે મકર સંક્રાંતિ હોવાથી સર્વે પ્રકારે શુભ ફળ પ્રાપ્ત કરાવે છે.
-મકર સંક્રાંતિના પુણ્યકાળ સમયે રાશી અનુસાર દાન કરવું.
મેષ,કર્ક,તુલા,મકર રાશી માટે ત્રાંબા નું પાત્ર,સફેદરેશમી વસ્ત્ર,તલ,ચોખા અને દક્ષિણા દાન કરવું.
વૃષભ,સિંહ,વૃશ્ચિક, કુંભ રાશી માટે કાંસાનુંપાત્ર, લાલ રેશમી વસ્ત્ર, ઘઉં, સુવર્ણ અને દક્ષિણા દાન કરવું.
મિથુન, કન્યા, ધન,મીન રાશી માટે પીતળનું પાત્ર,પીળું રેશમી વસ્ત્ર,ચણાની દાળ,ચાંદી,અને દક્ષિણા દાન કરવું.
-સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન શું કરવું અને ક્યાં-ક્યાં નિયમોનું પાલન કરવું.
સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન તલના તેલ મિશ્રિત જળથી સ્નાન કરવું,
દરેક બ્રાહ્મણ દેવસમાંન છે, માટે બ્રાહ્મણને દાન આપવું.
સંક્રાંતિ પુણ્યકાળ સમયે ભગવાનના નામનો જપ કરવો,અને સ્મરણ કરવું
સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન જપનો દશાંશ યજ્ઞ કરી શકાય.
સંક્રાંતિ પુણ્યકાળ સમયે જપ અને દાન કરવાથી અનેક ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે.
સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન ભગવાન શિવ અને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી.
સંક્રાંતિ દરમ્યાન તલથી બનાવેલી સામગ્રીનો ભોગ ભગવાનને ધરી પોતે આરોગવો.
આલેખન:જ્યોતિષી જીગર પંડ્યા:જામનગર