Mysamachar.in-ગુજરાત:
આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે, એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે. છતાં વર્ષે દહાડે પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગેના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં છે. જ્યારે ચાર હજારથી વધુ આરોપીઓની ધરપકડ કરવાની હજી બાકી છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 215.62 કરોડ રૂપિયાની કિંમતની 1.6 કરોડનો વિદેશી દારૂની બોટલ, 4.33 કરોડ રૂપિયાની 19.34 લાખ લીટર દેશી દારૂ, 16.2 કરોડ રૂપિયાની કિંમતની 12.20 લાખ બિયરની બોટલ અને 370.25 કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્યઅ ડ્રગ્સ પકડાયું છે. બે વર્ષમાં 606.41 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્યા નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કરછ, છોટાઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર છે.