Mysamchar.in-ગાંધીનગર:
ગુજરાતના નાગરિકો માટે મા અમૃતમ,મા વાત્સલ્ય સહિતના સારવાર માટેના કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે,અને ચોક્કસ મર્યાદામાં આવા કાર્ડ ધરાવતા દર્દીઓ નિયત કરવામાં આવેલ હોસ્પિટલોમા સારવાર મેળવી શકે છે,અને ઘણા દર્દીઓ આ યોજનાનો લાભ પણ લે છે,
દર્દીઓ ને ગુજરાતની હોસ્પિટલ પર પુરતો ભરોષો છે,પણ નેતાઓ બીમાર થાય ત્યારે તેવોને ગુજરાતની હોસ્પિટલો પર ભરોષો ના હોય તેમ એટલા માટે લાગે છે કે નવેમ્બર માસમાં આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાની ઘુટણની ઢાંકણી બદલાવવા માટે મુંબઈ ખાતે પહોચ્યા હતા અને ત્યાં તેવો એ સફળ સર્જરી કરાવી હતી,
તો હવે વારો આવ્યો ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલ નો…તેવોને પણ જાણે ગુજરાતમા અપાતી સારવાર પર ભરોષો ના હોય તેમ હ્રદયરોગ સબંધી સારવાર માટે મંત્રી શ્રી ગુજરાત મુકીને મુંબઈ પહોચ્યા છે જ્યાં તેવો હ્રદયની નળીમાં બ્લોકેજ અંગેની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવશે તેવું જાણવા મળી રહ્યું છે,
આમ છાસવારે ભાષણોમા મંત્રીઓ ગુજરાતમાં આરોગ્ય સેવાઓ પુરતી હોવાના દાવાઓ તો અનેકવાર કરી રહ્યા છે,પણ કદાચ આવી વાતો ભાષણો ને શોભાવવા પુરતી સીમિત હશે કે કેમ…?
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.