Mysamachar.in-ગાંધીનગર:
ઘણાં સમયથી HTAT મુખ્ય શિક્ષકોની જિલ્લાફેર બદલીઓ માટેની માંગ પડતર રહી હતી. જો કે હવે આ માટેના સમયપત્રકની જાહેરાત ખુદ શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી છે. આજથી આ પ્રોસેસની શરૂઆત અને આગામી 27 તારીખ સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવશે.
શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, HTAT મુખ્ય શિક્ષકોની જિલ્લાફેર બદલીઓ માટેના કેમ્પની પ્રક્રિયાઓના ભાગરૂપે આજે પહેલી જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી બદલીઓ માટે અરજીઓ કરી શકાશે, બાદમાં 16 જાન્યુઆરી સુધી અરજીઓની ચકાસણીઓ અને માન્ય કે અમાન્ય જાહેર કરવા અંગેની પ્રોસેસ, 17મી એ તમામ વિગતો ગાંધીનગર પહોંચશે. 19મી એ જિલ્લાવાર અરજીઓની યાદી જાહેર થશે અને 27 જાન્યુઆરીએ શાળા પસંદગી કરાવી હુકમ ઈસ્યુ માટેની કામગીરીઓ થશે.