Mysamachar.in-જામનગર
જેમ જીલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ખુબ મહત્વની છે તેવી જ રીતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પણ ખુબ મહત્વની છે, જીલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ પર મોનીટરીંગ કરવા માટે આ જગ્યાને ખુબ મહત્વની માનવામાં આવે છે, લાંબા સમયથી જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલીખમ હતી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા પાસે હોવાથી તેવો બે જગ્યાએ માંડ માંડ પહોચતા હતા, એવામાં ગઈકાલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બદલીઓના કરવામાં આવેલ હુકમોમાં જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગર, પ્રાથમિક શિક્ષણ નિયામકમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એન.દવે ને મુકવામાં આવ્યા છે.અને આ ખાલી જગ્યા લાંબા સમયગાળા બાદ ભરાઈ છે.તો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા ભાવસિંહ વાઢેરને જીલ્લા શિક્ષણાધિકારી બદલવામાં આવ્યા છે.