Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર એમ.એ.પંડ્યાએ દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ રાષ્ટ્રિય પર્વ પ્રસંગે કલેકટર એમ.એ. પંડ્યાએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી મહામુલી આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય વિરો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા વીર પુરુષોને નમન કરી જિલ્લામાં થયેલ વિકાસગાથાને વર્ણવી હતી તેમજ સરકારની વિવિધ યજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે કલેકટર તથા મહાનુભાવોએ જિલ્લાનના કોરોના વોરીર્યસનું અભિવાદન કર્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ યોજાયેલ ચિત્ર તેમજ નિબંધ સ્પરર્ધાના વિજેતાઓને અહિંથી અભિનંદન પાઠવામાં આવ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જિલ્લાોના વિકાસ માટે રૂા. 25 લાખનો ચેક મહાનુભાવોના હસ્તે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાને આપવામાં આવ્યો્ હતો. તેમજ ભાણવડ પોલીસ સ્ટેાશનમાં ફરજ બજાવતા કોરોના સમયમાં અવસાન પામેલ મોહનભાઇ સોલંકીના ધર્મપત્ની્ શાંતીબેન મોહનભાઇને રાજય સરકાર તરફથી મળેલ સહાયનો રૂા.25 લાખનો ચેક તથા રૂા. 6 લાખની એફ.બી. મહાનુભાવોના હસ્તે આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જીલ્લાના પદાધિકારીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.