Mysamachar.in-જામનગર:
હોમગાર્ડઝ દળ તાલીમ અને શિસ્તને વરેલું દળ છે આ દળની સ્થાપનાં દળનાં જવાનોને તાલીમ, અનુસાશન, નિષ્ઠા અને સેવા કાર્યો કરવા માટે તૈયાર કરવા અસ્તિત્વમાં આવેલ છે અને જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની અવેજીમાં ફક્ત કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવાની હોય છે.હોમગાર્ડઝ દળનો યુનિફોર્મ જ્યારે કોઈ પણ સભ્યએ ધારણ કરેલ હોય ત્યારે દરેક હોમગાર્ડઝ સભ્ય અધિકારી હોમગાર્ડઝ અધિનિયમ-1947 ની કલમ-9 મુજબ રાજ્ય સેવક ગણવામાં આવે છે જેથી જ્યારે પણ દળનો આ યુનિફોર્મનો દુરૂપયોગ થાય ત્યારે તે રાજ્ય સરકારનાં સેવક તરીકે યોગ્ય ન ગણાય.
આવી જ રીતે જામનગર શહેર સીટી બી, યુનિટના સભ્ય ઈમરાન એચ. સીપાઈ ગોરી દ્વારા હોમગાર્ડઝ દળનાં યુનિફોર્મ સાથે પોલીસની બેરીકેપ ધારણ કરીને પોલીસ તરીકેનો ફોટો લાગે તેઓ ઉપયોગ કરીને પોતાનાં ફેસબુક પ્રોફાઈલમાં રાખેલ છે તથા સીટી સી, યુનિટનાં મહીલા સભ્યએ હોમગાર્ડઝનાં યુનિફોર્મમાં એરપોર્ટ જેવાં સેન્સેટીવ વિસ્તારમાં રીલ બનાવી પોતાની સ્ટોરીમાં રાખેલ તો જામજોધપુર યુનિટના ઈન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ યોગેશ જોષી દ્વારા પોતે પ્લાટુન કમાન્ડરની રેન્ક ધરાવતા ન હોવા છતાં પ્લાટુન કમાન્ડરની રેન્ક, ક્રોષબેલ્ટ, પી.કેપ, મેપલ લીઝ ધારણ કરતો ફોટો પોતાની વોટ્સએપ ડીપીમાં રાખેલ હતો જે ત્રણેયની બાબતો જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાને ધ્યાને આવતાં બંન્ને સભ્યો તથા અધિકારીને તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવાનો હુકમ કરવામાં આવે છે.
વિશેષમાં જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની યાદીમાં જણાવેલ છે કે નિવૃત થઈ ગયેલા અધિકારી-સભ્યો નિવૃત બાદ પણ અન્ય સંસ્થાની આઈડી કાર્ડ બનાવવાં માટે દળનાં યુનિફોર્મ સાથેનાં ફોટાનો દુરૂઉપયોગ કરેલ છે જે પણ ખુબજ ગંભીર બાબત છે જેથી જેઓએ પણ નિવૃત બાદ દળનાં ફોટાનો અન્ય સંસ્થામાં આઈડી કાર્ડ બનાવવા ઉપયોગ કરેલ છે તે તાત્કાલીક પોતાનું આઈડી કાર્ડ જે તે સંસ્થામાં જમાં કરાવીને પોતાનાં સીવીલ ડ્રેસ વાળા ફોટા સાથેનું આઈડી કાર્ડ મેળવી લ્યે અન્યથા તેઓની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.