Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદોએ સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જેમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ત (MGNREGA), દિનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), સ્વચ્છ ભારત મિશન, નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલ મિશન ફોર રીજુવીનેસન એન્ડ-અર્બન ટ્રાન્સફોર્મેશન, નેશનલ રૂરલ ડ્રીન્કિંગ વોટર પ્રોગ્રામ, ડીજીટલ ઈન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એલ.પી.જી. કનેક્શન ટુ બી.પી.એલ. ફેમિલીઝ, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઈન્ડીયા – પબ્લિક ઈન્ટરનેટ એક્સેશ પ્રોગ્રામ – પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર વન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલીકોમ, રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ વગેરે (રાજકોટ રેલ્વે, ભાવનગર રેલ્વે, બી.એસ.એન.એલ, નેશનલ હાઈવે),
પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પોસ્ટ વિભાગ, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવાય તે માટે સાંસદએ સુચન કર્યુ હતું.
આ ઉપરાંત છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌ સાથે મળી કામ કરીએ તેમ પણ જણાવ્યું હતુ. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર.પરમાર, ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ. રાજકોટ અને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.