Mysamachar.in-જામનગર
જામનગર નજીક મોટો દરીયાકીનારો આવેલ છે અને આ દરિયામાં કેટલાય જહાજો આવતા હોય છે જેમાં મોટીમાત્રામાં ડીઝલનો જથ્થો હોય તે જથ્થો બારોબાર સસ્તા ભાવે વેચાણ કરવાનું તાજેતરમાં જ કેટલાય શખ્સો દ્વારા રેકેટ શરુ થયાનું સુત્રોના હવાલેથી જાણવા મળે છે, આ ડીઝલ સચાણા નજીકથી અને બેડીના દરિયામાંથી કેટલાક લોકો કેરબા ભરી અને બારોબાર વેચી મારી મોટો નફો રળી રહ્યાનું જાણવા મળે છે, જેના પર કાર્યવાહી થવી જરૂરી છે,
આ તમામ વચ્ચે આજરોજ બેડી મરીન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેટકર વી.કે.કણજારીયા સાથે જામનગર બેડીમરીન પો.સ્ટે વિસ્તારમાં ગે.કા. પ્રવૃતિઓ શોધી કાઢવા દરીયાઈકાઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી હકિકત આધારે જામનગર જુના બંદર જેટ્ટી પાસે માછીમારોની “યા ગોસ અલમદદ” નામની બોટમાંથી ઈમરાન ઈકબાલ સાંધાણી ધંધો.માછીમારી રહે.બેડીમાધાપર ભૂંગા મસ્જીદ પાસે જામનગરવાળો હોવાનું જણાવેલ છે.
જે બોટમાંથી ગેરકાયદેસર બિલ આધાર વગરના ડીઝલના કેરબા નંગ-53 જે એક કેરબામા આશરે 65 લીટર જેટલુ ડીઝલ એમ કુલ 53 કેરબામાં આશરે 3445 લીટર જેટલું ડીઝલ જેની કી.રૂ. 1,82,585 તથા “યા ગોસ અલમદદ” નામની બોટની 2 લાખ મળી કુલ રૂ. 3,82,585/- ના મુદામાલ શક પડતી મીલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરી કાર્યદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ બોટ માલિક અકબર ઉર્ફે અકુળો મામદભાઈ ભગાડ જાતે.વાઘેર રહે. બેડી ઢાળીયા પાસે જામનગર વાળો તેમજ અમીન કક્લ રહે. બેડી થરી પાડો જામનગર વાળાને તેમજ તપાસ દરમ્યાન ખુલ્લે તે ઈસમોને અટક કરવા પર બાકી છે. હવે આ કોઈ મોટું કૌભાંડ છે તેમાં અન્ય કોણ સંડોવાયેલા છે કે કેમ.? તે તપાસનો વિષય છે.