mysamachar.in-ગાંધીનગર
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમાજીક સંગઠનો તેમજ સરકારના કર્મચારીના સંગઠનો દ્વારા સરકાર સામે બાયો ચઢવવાની શરૂઆત કરી દીધી હોય તેમ આજે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ ને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ચુક્યા છે,તો આજે ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યમાથી આવેલા શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓને લઇને ધરણા કર્યા હતા..
છેલ્લા કેટલાક સમય થી ફિક્સ પગાર ને લઈને શિક્ષકો દ્વારા સરકાર ને લેખિત અને મોખિક રજુઆત કરવા છતાં સરકારે તેમની માંગ ને સ્વીકાર કર્યો નથી જેને લઈ આખરે ગુજરાત રાજ્ય ના પ્રાથમિક શિક્ષણ સંઘના 16 જિલ્લા ના અને આવતીકાલે 17 જિલ્લા ના શિક્ષકો ધરણા ઉપર ઉતરશે.ગુજરાત રાજ્ય પ્રથમીક શિક્ષણ સંઘ દ્વારા વર્ષ 1997 થી આજ દિનસુધી ભરતી થયેલા તમામ શિક્ષકોની સળંગ નોકરી ગણવા માટે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી માં ગુજરાતના તમામ અધ્યાપકો આજે ફિસક પગાર ની નોકરી તમામ રીતે સડનગ ગણે તે ઉદ્દેશય ને લઈને ધરણા ઉપર બેસી ગયા છે જો આવનારા સમય માં માંગણી પુરી નહિ કરવામાં આવે તો આગળ ના સમય માં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે,
રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અમે જ્યાર થી શિક્ષણ ક્ષેત્રે જોડાયા છે ત્યારથી 2500 રૂપિયા માં નોકરી કરી છે પરંતુ આજ દિન સુધી સરકાર અમારી આ ફિક્સ પગાર ને નાબૂદ કર્યો નથી અને અને જે રજાઓ સરકાર તરફથી મળે છે એ રજાઓ ના પણ સરકાર કાપી લે છે અને નવા શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે એમને સરકાર તરફ થી તમામ સુવિધાઓ મળે છે જેથી આજે અમે 16 જિલ્લા ના શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માં ધરણા ઉપર ઉતરી ગયા છે અને બીજા આવતીકાલે 17 જિલ્લાઓ ના શિક્ષકો ધરણા ઉપર ઉતરશે. જો સરકાર અમારી માંગ ને નહિ સ્વીકારે તો આવનારા સમય માં ઉગ્ર આંદોલન ની જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન પણ કરવાની તૈયારી પણ તેવો દર્શાવી છે.