Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલારના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીજેપીના લોકસભાના સળંગ ત્રીજી વખતના ઉમેદવાર અને બે ટર્મથી સાંસદ પૂનમબેન માડમને ઠેર-ઠેર અને વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું હોય, માહોલ કેસરિયો બની રહ્યો છે. અને, ભાજપાની સમગ્ર છાવણીમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.
લોકસભા ઉમેદવાર પૂનમબેન માડમના હસ્તે યાત્રાધામ દ્વારકા ખાતે આ વિધાનસભા મતવિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે તેઓને મળી રહેલું પ્રચંડ જનસમર્થન અને વ્યાપક આવકાર નજરે તરી રહ્યા હતાં. પૂનમબેન માડમને ત્રીજી વખત વિજયી બનાવી હેટ્રીક માટે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ધ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં પૂનમબેન માડમની રેલી (રોડ-શો) અને જનસભામાં વ્યાપક આવકાર નજરે ચડી રહ્યો છે. વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો વગેરે દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. જામનગર લોકસભા મતક્ષેત્રમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા વિધાનસભા મતવિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને નાગરિકો સાથેના સંવાદમાં પૂનમબેન માડમએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં રચાયેલી વિકાસગાથામાં વધુ અને નવી પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે લોકોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે નિશ્ચિતપણે લોકસભા ચૂંટણીઓમાં ભાજપીને વિશાળ બહુમતી સાથે ભવ્ય જિત અપાવશે.
દ્વારકામાં ભવ્ય રોડ-શો, કાર્યાલય ઉદઘાટન અને જનસભાના આ કાર્યક્રમોમાં ઉમેદવાર પૂનમબેન માડમ ઉપરાંત જિલ્લા બીજેપી અધ્યક્ષ મયૂરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા, સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, દ્વારકા શહેર બીજેપી પ્રમુખ વિજયભાઇ બુજડ, દ્વારકા પ્રભારી રમેશભાઈ હેરમા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયોતિબેન સામાણી, લોહાણા અગ્રણી દ્વારકાદાસભાઈ રાયચુરા સહિત સંતો-મહંતો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.