Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ જોઇએ તો, ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 226 મી.મી તેમજ જ્યારે સૌથી ઓછો ભાણવડ તથા દ્વારકા તાલુકામાં 65 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે તા.27/8/2024 ના સવાર 6 વાગ્યા સુધીમાં સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ વરસેલા વરસાદની સ્થિતિ જોઈએ તો, દ્વારકા તાલુકામાં ૧૫૩૧ મી.મી., ખંભાળિયા તાલુકામાં 1446 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 1414 મી.મી. તેમજ ભાણવડ તાલુકામાં 853 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદની સ્થિતિને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 03 રસ્તાઓ બંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના પગલે તમામ નદી નાળાઓ છલકાયા છે. દેવભૂમિ દ્વારકા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 3 રસ્તાઓ હાલ બંધ છે.માર્ગ અને મકાન વિભાગના અહેવાલ પ્રમાણે ઓવર ટોપિંગ થવાના કારણે ખંભાળિયા તાલુકાના સલાયા ગોઇંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ઝારેરા રોડ બંધ છે. લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.