• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા S.P. નીતેશ પાંડેયને વધુ એક મેડલ કેન્દ્રીય ગૃહમંત્રીએ એનાયત કર્યું 

My Samachar by My Samachar
May 29, 2022
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા S.P. નીતેશ પાંડેયને વધુ એક મેડલ કેન્દ્રીય ગૃહમંત્રીએ એનાયત કર્યું 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, તેવોએ ગઈકાલે દ્વારકા મંદિર ખાતે પૂજાવિધિ કર્યા બાદ આજે અમિત શાહે ખેડા ખાતેથી રાજ્યના 25 જિલ્લાઓમાં બંધાયેલા નવનિર્મિત પોલીસના રહેણાંક તથા બિનરહેણાંક આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે રાજ્યમાં ગુન્હાખોરીને રોકવા માટે વિશિષ્ટ કામગીરી કરનાર આઈપીએસ અધિકારીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં જામનગરના તત્કાલીન ASP અને હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લાના SP નીતેશ પાંડેયને જામનગરના કુખ્યાત ભૂમાફિયા સહિતની ટોળકી સામેના ગુજસીટોકના કેસમાં અસરકારક કામગીરી કરવા માટે મેડલ આપી નવાઝવામાં આવ્યા હતા,

અત્રે એ યાદ અપાવીએ કે જામનગર શહેર અને જીલ્લામાં ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ટોળકીનો વ્યાપ જે રીતે વધી રહ્યો હતું તેને જોતા સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોચતા જામનગરમાં જયેશ પટેલ અને તેની ગેંગ પર કાયદાનો મજબુત ગાળિયો કસી અને કાયદાના સકંજામાં લાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જામનગર એસપી તરીકે દીપન ભદ્રન અને તેવોની સાથે એ.એસ.પી.તરીકે IPS નીતેશ પાંડેય મુકવામાં આવ્યા હતા અને આ ગેંગના સાગરીતો સામે ગુજરાત સરકારે અમલી બનાવેલ ગુજસીટોકનો કાયદાનું શસ્ત્ર વાપરી ગેંગના જયેશ પટેલ સહિતના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો જેમાં નામચીન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અને આ સાગરીતો રાજ્યની જુદી જુદી જેલોમાં ગુજસીટોકના કાયદા હેઠળ બંધ છે, આ સમગ્ર કેસમાં તત્કાલીન એસ.પી.દીપન ભદ્રનના સીધા માર્ગદર્શન હેઠળ તત્કાલીન એ.એસ.પી. અને હાલ દ્વારકા એસપી નીતેશ પાંડેયનો રોલ ખુબ મહત્વનો રહ્યો છે,અને ના માત્ર રાજ્યનો ગૃહ વિભાગ પણ કેન્દ્રના ગૃહ વિભાગે પણ તેની બે વખત નોંધ લીધી છે.

-આ અગાઉ નીતેશ પાંડેને ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ Excellence in Investigation -2021 નો મેડલ મળ્યો છે,

જામનગર જિલ્લામાં જયેશ પટેલ  ગેંગ વિરુદ્ધ બારીકાઇથી તપાસ કાગળો તૈયાર કરી અને સ્પેશીયલ કોર્ટમાં રજુ કરવા અને ઝીણવટભરી તપાસ ASP નીતેશ પાંડેય અને તેમની ટીમે કરી હતી, રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલ અને જેના પર સરકારની સીધી જ નજર હતી તે ખુબ જ મહત્વના કહી શકાય તેવા ભૂમાફિયા જયેશ પટેલ તેમજ તેમના સાગરીતો વિરુદ્ધ નોંધાયેલ હાઇપ્રોફાઇલ ગુજસીટોકના આ ખુબ ગંભીર ગુનાની અસરકારક અને પરિણામલક્ષી તપાસ કરવા બદલ ગત 15 ઓગસ્ટ 2021રાજ્યના બાહોશ IPS અધિકારીઓ પૈકીના એક આ ચર્ચાસ્પદ સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરનાર જામનગરના તત્કાલીન ASP નીતેશ પાંડેયને ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા Excellence in Investigation -2021 નો મેડલ માટે પસંદગી થઇ છે.જે ગુજરાત અને જામનગર પોલીસ વિભાગ માટે ગૌરવની વાત હતી.

-શું હતો એ ચર્ચાસ્પદ કેસની વિગતો પર નજર કરવામાં આવે તો….

જામનગરના ભૂમાફીયા ડોન જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ દ્વારા સન 1999 થી લઇને ઓકટોબર 2020 સુધીના સમયગાળા દરમ્યાન શરૂઆતના સમયે નાની ચોરીઓ, નાના શરીર સબંધી ગુનાઓ, છેતરપિંડી- વિશ્વાસઘાત જેવા ગુનાઓ જેવી પ્રવૃતિ આચરતો રહેલ અને  ધીરે ધીરે પોતે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સીન્ડીકેટ રચી પોતાના અન્ય સભ્યો મારફતે મોટી છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો ઉભા કરવા અને તે આધારે કરોડોની મતાની જમીનો પચાવી પાડવી તેમજ કરોડોની મતાની જમીનો ઉપર કોઇ પણ જાતના આધારભૂત પુરાવાઓ વગર વાંધાજનક નોટીસો અપાવી કરોડોની મતાની જમીનોની વેલ્યુ ડાઉન કરવી, ભાડૂતી માણસોથી ફાયરીંગ કરાવી હત્યાની કોશિષ તેમજ ભાડૂતી માણસોથી હત્યા જેવા ગંભીર શરીર સબંધી ગુનાઓને અંજામ આપવાનુ શરૂ કરેલ. જેમાં તેઓએ પોતે ટાર્ગેટ કરેલ વ્યકિતનુ કોન્ટ્રાકટથી (સોપારી આપી) મર્ડર કરાવી, સમાજમાં અગ્રેસર વ્યકિતત્વ ધરાવતા વ્યકિતઓ ઉ૫ર ફાયરીંગ કરાવી સમાજના લોકોમાં એક ભય અને આંતકનુ વાતાવરણ ઉભુ કરેલ હતુ આવા આતંકી પ્રકારના ગુનાઓથી સમાજમાં ડરનો ખૌફ વધી જતા પોતે વિદેશમાં રહી સરળતાથી આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવી ફકત ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતે અઘતન પ્રકારની ગુનાહિત પ્રવૃતિ આચરી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હતો.

જયેશ પટેલની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને ટાર્ગેટ કરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ સાથે સંકળાયેલ જામનગરના મહત્વના લોકોની પડદા પાછળની ભૂમિકાને ઓળખી કાઢી તેઓ વિરૂધ્ધમાં કુલ 59 જેટલા અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધાયેલ હોય, જે તમામ ગુનાઓનો સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આવેલ અને રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ The Gujarat Control of Terrorism And Organized Crime Act મુજબનો પરીપૂર્ણ રીતે અમલ કરી આ જયેશ પટેલ સહિત જયેશની ગેંગના કુલ 14 આરોપીઓ વિરૂધ્ધમાં જામનગર સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે 15-10-2020 ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ અને જેની શરૂઆતથી તપાસ એ.એસ.પી. નિતેશ પાંડેયને સોંપવામાં આવેલ. જેમાં તપાસનીશ અધિકારી એ.એસ.પી. નિતેષ પાંડેયનાઓ દ્વારા કુલ 14 આરોપીઓને પકડી અટક કરી તેઓ તમામને જેલ હવાલે મોકલી આપવામાં આવેલ જેઓ તમામ છેલ્લા કેટલાય સમયથી જેલવાસ ભોગવી રહેલ છે. આ ગુનાના મુખ્ય સુત્રધાર જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલનાઓને પણ લંડન (યુ.કે.) ખાતે શોધી કઢાવી તેઓની લંડન પોલીસ દ્વારા ધરપકડ કરાવેલ છે જેની હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®