Mysamachar.in-જામનગર:
ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમા દુશ્મનોના અડ્ડાઓ પર દેશના સૈન્ય એ કરેલા અટેકની દેશભરમાં પ્રશંશા થઇ રહી છે,ત્યારે દેશના વીર જવાનો પર સમગ્ર દેશવાસીઓ ભારોભાર ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે,ત્યારે ગતસાંજે જામનગરમાં પણ વિવિધ સ્થળોએ દેશપ્રેમીઓ દ્વારા આતશબાજી,મોમીઠા કરાવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,સેન્ટ્રલ બેંક નજીક જાણીતા શીખંડ સમ્રાટ મીઠાઇવાલા પરિવાર દ્વારા સેન્ટ્રલ બેંક નજીક થી પસાર થઇ રહેલા લોકોને મો મીઠા કરાવી અને દેશના સૈન્ય સામે ખુશી વ્યક્ત કરવામાં આવી..
તો ગતરાત્રીના ડીકેવી સર્કલ નજીક સર્જીકલ સ્ટ્રાઇક-૨ને વધાવવા જનસેવા ફાઉન્ડેશન દ્વારા આતાશબાજી કરી દુશ્મનો પર ભારતીય સેના એ કરેલા અટેકને વધાવીને ભારત માતા કી જય ના સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા,આ વેળાએ જનસેવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ પ્રદીપસિંહ કે વાળા,શહેરમહામંત્રી વિશાલ લાખની સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.