Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા પંચાયતમાં થોડા દિવસ પૂર્વે એક જુનીયર કલાર્કને પોજીટીવ રીપોર્ટ આવ્યા બાદ વધુ એક રીપોર્ટ પોજીટીવ આવતા જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીઓમાં ચિંતા વધે તે સ્વાભાવિક છે, જીલ્લા પંચાયતના એક મહિલા નાયબ જીલ્લા વિકાસ અધિકારીનો રીપોર્ટ પોજીટીવ આવ્યાની વાતને જીલ્લા વિકાસ અધિકારીએ પણ પુષ્ટિ કરી છે.હવે આજે ફરી વખત જીલ્લા પંચાયત પરિસરને સેનેટાઈઝ વગેરે કરવાની કામગીરી કરવામાં આવશે.