Mysamachar.in:જામનગર:
જામનગરના રણજીતસાગર રોડ પર મોદીસ્કુલ મંજુરી વિના ચાલવાનો મામલો હમણાનો જ છે, ત્યાં આ જ વિસ્તારમાં આવેલ રોયલસ્કુલ દ્વારા શાળામાં ચાર જેટલા રૂમ ગેરકાયદેસર બાંધકામ કરી તેમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા કોંગી કોર્પોરેટરની ટીમ દ્વારા જનતારેઇડ કરી અને સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જે ફરિયાદ બાદ ટીપીઓ શાખા દ્વારા રોયલસ્કુલને જરૂરી નોટીસો આપી અને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો, અને અંતે મનપાની એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ રૂમોનું ડીમોલીશન કરવામાં આવ્યું હતું. મહત્વની અને અતિ ગંભીર બાબત એ કહેવાય કે જે રૂમોનું આજે ડીમોલીશન કરવામાં આવ્યું છે તે રૂમમાં એસી, પંખા, લાઈટ સહિતની સુવિધાઓ ઉભી કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું, એવામાં ભૂકંપ સિસ્મિક ઝોન ચારમાં આવતા જામનગરમાં જો ક્યારેક વધુ આંચકો આવી જાય અને દીવાલ આવી બને તો…?






