Mysamachar.in-જુનાગઢ:
હાલમાં કોરોનાના કહેર વચ્ચે સરકારીતંત્ર વહીવટીતંત્ર આરોગ્યવિભાગના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, અને આ કર્મચારીઓને સરકાર દ્વારા વીમાકવચની સુરક્ષા આપવામાં આવી છે ત્યારે પ્રિન્ટ મીડિયા અને ટીવીમીડિયાના કર્મચારીઓ સહિત સરકારમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સીધી ભરતીથી કે ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને સરકારી કર્મચારીઓ ની જેમ જ સમાન રકમનું વીમા કવચ આપવામાં આવે તેવી માંગણી માંગરોળ માળીયા હાટીનાનાં ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં કરી છે
પત્રમાં ધારાસભ્ય એ વધુમાં જણાવ્યું છે કે વર્તમાન કોરોના મહામારીના સમયમાં પ્રિન્ટ મીડિયા અને ટીવી મીડિયાનાકર્મીઓ જીવના જોખમે દરેક ક્ષેત્રોમાં ફરી અનેકવિધ સમાચારો લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે, આ જોખમી કામગીરીને ગંભીરતાથી ધ્યાને લઇ સરકાર દ્વારા અન્ય સરકારી કર્મચારીઓને આવા સમયે જાહેર કરવામાં આવેલ વીમા કવચની રકમ જેટલું જ વીમા કવચ પૂરું પાડવામાં આવે તે અત્યંત જરૂરી છે આ લોક સેવા કરનારા કર્મીઓને પણ કોરોના નો ચેપ લાગવાની શક્યતા રહેલી છે, તેથી સરકાર દ્વારા તાકીદની અસરથી આવા કર્મચારીઓને સુરક્ષા વીમા કવચ પુરુ પાડવામાં આવે તે જરૂરી છે