Mysamachar.in-જામનગર:
જામનગર સહીત ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી ધડાધડ તેના ઉમેદવારોના એક બાદ એક લીસ્ટ જાહેર કરે છે, પરંતુ અમુક ઉમેદવારો એવા છે કે તેને તે વિસ્તારના લોકો પણ નથી જાણતા…! એવામાં આજે જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો ત્રિકોણ બાગ થી આયોજિત કરવામાં આવ્યો હતો, આ રોડ જાણે ફ્લોપ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેમાં જીલ્લામાં થી એકઠા કરેલ કાર્યકરો વધુ અને સ્થાનિકો ગણ્યાગાંઠ્યા જ જોવા મળ્યા હતા.આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે સફળ થવા માગે છે પણ આ રીતે ગણ્યાગાંઠ્યા લોકો જ હાજર રહેશે તો ત્રીજા પક્ષ તરીકે કઈ રીતે સફળ થઇ શકશે તે પણ સવાલ છે.