mysamachar.in-જામનગર:
આ વર્ષ રાજ્યના કેટલાય વિસ્તારોમાં અપુરતો અને અનિયમિત વરસાદ પડ્યો છે જેને લઈને રાજ્યના ખેડૂતો અને શહેરના લોકોમાં પણ ચિંતા ઉદભાવી છે,એવામાં કેટલાય તાલુકાઓ અને ગામો તો એવા છે કે જે અછતગ્રસ્તની વ્યાખ્યામાં આવતા હોય જેને અછતગ્રસ્ત જાહેર કરવા સ્થાનિક આગેવાનો દ્વારા સરકારમાં થોકબંધ રજૂઆતના પગલે તાજેતરમા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ પત્રકાર પરિષદ સંબોધીને સરકારે રાજ્યના ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે,
તેમાં જામનગર જીલ્લામાં ધ્રોલ અને જોડિયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે જામનગર,કાલાવડ અને લાલપુર તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હોય આ તાલુકાને અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા અને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડએ સરકારમાં પત્ર લખી આ તાલુકાને અછતગ્રસ્તમાં સમાવેશ કરવા માંગણી કરી છે,
જામનગર તાલુકામાં ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે અને કૃષિમંત્રીના વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હોય જામનગર જીલ્લાના સમગ્ર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ માંગણી કરી છે,
જ્યારે જામનગર તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હોવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આંકડા નોંધાયા છે જેમાં જામનગર તાલુકાનાં પી.એચ.સી.કેન્દ્રોના આંકડા તેમજ કાલાવડ તાલુકાનાં ખરેડી પી.એચ.સી.માં 162 મીમી વરસાદ પડ્યો હોવાના આંકડા નોંધાયા છે,તેવી જ રીતે લાલપુર તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હોવાના આંકડા નોંધાયેલા છે જે ધ્યાને લઈને આ તાલુકાઓનો પણ અછતગ્રસ્ત જાહેર કરવા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડએ મુખ્યમંત્રીને આંકડાઓ સાથે રજૂઆત કરી છે,
આમ સરકારેતો રિપોર્ટના આધારે અછતગ્રસ્તની જાહેરાત કરી પણ જામનગર કોંગ્રેસનાં આગેવાનો એવું માને છે કે જાહેર કરાયેલ અછતગ્રસ્ત તાલુકાઓમાં પણ પક્ષપાતી વલણ રાખવામા આવ્યું હોય તે દૂર કરીને જામનગર જીલ્લાના જામનગર,કાલાવડ,લાલપુર તાલુકામાં પણ દુષ્કાળની સ્થિતિ જેવો માહોલ હોય આ તાલુકાને અછતગ્રસ્તની વ્યાખ્યામાં સમાવેશ કરી સરકાર દ્વારા જરૂરી સહાય આપવા આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.