• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બિભત્સ વીડિયોઝ બનાવવાનો ખતરનાક ટ્રેન્ડ અને ધંધો…

મહાકુંભ અને હોસ્પિટલો જેવી જગ્યાઓ પર આ પ્રકારના કૃત્યો મોટાં પ્રમાણમાં ચાલી રહ્યા છે !!...

My Samachar by My Samachar
February 21, 2025
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
બિભત્સ વીડિયોઝ બનાવવાનો ખતરનાક ટ્રેન્ડ અને ધંધો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

સમગ્ર દેશમાં બિભત્સ, અશ્લીલ અથવા આપતિજનક તસ્વીરો અને વીડિયોઝ બનાવવા, અપલોડ કરવા અને તેના માધ્યમથી કમાણી કરવી- આ આખો મામલો એક ગંદો અને મહાકાય ઉદ્યોગ છે ! લાખો બ્લુ ફિલ્મ અને કરોડો અશ્લીલ કન્ટેન્ટ સમગ્ર દેશમાં, ઈન્ટરનેટના માધ્યમથી ફરી રહ્યા છે. અફસોસની વાત એ પણ છે કે, આ નુકસાનકારક હાલત છતાં તેના પર કોઈ જ નિયંત્રણ નથી. બધું જ બેરોકટોક ચાલી રહ્યું છે, જેને કારણે અસંખ્ય ગુનાઓ પણ આકાર લઈ રહ્યા છે, અનેકની જિંદગીઓ બરબાદ થઈ રહી છે અને સમગ્ર સમાજજીવન પર તેની ગંભીર અસરો દેખાઈ રહી છે.

રાજકોટની પાયલ નામની એક ખાનગી હોસ્પિટલમાં શૂટ થયેલાં કેટલાંક વીડિયો ફૂટેજ વાયરલ થયા. તપાસ હાથ ધરવામાં આવી અને ધરપકડો પણ થઈ. બાદમાં આ આખી બાબત ચર્ચાઓમાં આવી. આ ગંભીર મામલામાં અન્ય કેટલાંક દેશોના નામો પણ ચર્ચાઓમાં આવ્યા. માત્ર એક જ હોસ્પિટલ નહીં, અન્ય કેટલીક હોસ્પિટલોમાં પણ અતિ સંવેદનશીલ જગ્યાઓ પર CCTV કેમેરા લાગેલા છે. વીડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે. આ પૈકી કેટલાંક વીડિયોઝ નેટ પર અપલોડ પણ થઈ રહ્યા છે. આ એક મોટો બિઝનેસ છે એવો પણ ખુલાસો થયો.

માત્ર હોસ્પિટલો જ નહીં, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સ્નાન કરતી હજારો યુવતિઓ અને મહિલાઓના વીડિયોઝ પણ અપલોડ થયા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ DCP લવિના સિંહા ખુદ આ વાત કરે છે. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 શખ્સોની ધરપકડ પણ થઈ છે. સાથેસાથે એક શકયતા એવી પણ બહાર આવી કે, દેશભરની 60-70 જેટલી હોસ્પિટલના CCTV હેક થઈ ગયા છે !  આ શક્યતા વધુ આગળ વિચારીએ તો, એમ પણ વિચારી શકાય કે, કોઈ પણ જગ્યાએ લાગેલા CCTV કેમેરા પણ હેક થઈ શકે !  તો સાયબર સલામતી અને સુરક્ષાનું શું ?! એ પ્રશ્ન પણ સપાટી પર આવી શકે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પામેલાં શખ્સોની પૂછપરછમાં વિગતો બહાર આવી કે, આ શખ્સો યુ ટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર આ આપતિજનક વીડિયોઝ વેચી કમાણી કરી રહ્યા હતાં. હોસ્પિટલો ઉપરાંત થિયેટર અને મોલમાં પણ આ પ્રકારના ખેલ થયાની શકયતાઓ ચકાસવામાં આવી રહી છે. દરમિયાન, રાજકોટની પાયલ હોસ્પિટલના આ પ્રકરણમાં હોસ્પિટલના કોઈ પણ કર્મચારીની આમાં સંડોવણી નથી તેમ પણ જાહેર થયું. આપતિજનક વીડિયોઝ મેળવવાના કૃત્યો રોમાનિયા સહિતના અન્ય દેશમાં બેઠાં બેઠાં હેકીંગથી થયાનો ખુલાસો જાહેર કરવામાં આવ્યો છે.

આ આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન આ રીતે ઘણો ધંધો કર્યો છે. આ શખ્સો દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પણ થયા છે તેથી અન્ય હેકર્સ અથવા અન્ય આરોપીઓના નામો પણ આગામી સમયમાં બહાર આવી શકે છે. અચરજની વાત એ પણ છે કે, આ 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓ NEET પરીક્ષાઓની તૈયારીઓ પણ કરી રહ્યા છે. 2 મહારાષ્ટ્રના અને 1 ઉત્તરપ્રદેશનો એમ કુલ 3 આરોપીઓ ઝડપાઈ જતાં, આ શખ્સોને વધુ રિમાન્ડની માંગ સાથે આજે ફરીથી અદાલત સમક્ષ પેશ કરવામાં આવ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

July 1, 2025
2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

છૂટકારો : જામનગરની જીજી હોસ્પિટલના સેકસકાંડમાં આરોપી ‘નિર્દોષ’…

July 1, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®