Mysamachar.in-જામનગર:
કોંગ્રેસ હવે નવું સ્વરૂપ ધારણ કરશે, પક્ષમાં ધરખમ ફેરફારો સાથે કોંગ્રેસ કેડર બેઇઝ પાર્ટી બનવા તરફ જઇ રહી છે, ત્યારે પક્ષમાં શિસ્તને પ્રાધાન્ય આપવાની રણનીતિ અખત્યાર કરવાની સાથે સંગઠનને મજબૂત કરવાનું મહાઅભિયાન શરૂઆત કરવામાં આવી હોવાનું જામનગરનું પ્રથમ ન્યૂઝ પોર્ટલ Mysamachar.in ની ખાસ શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદેશના કોંગ્રેસના મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ આપેલ એક સ્ફોટક ઇન્ટરવ્યુમાં ધડાકો કર્યો છે,
જામનગરના વતની એવા બિપેન્દ્રસિંહ જાડેજા છેલ્લા ૨૭ વર્ષથી લગાતાર કોંગ્રેસમાં જવાબદારીનું નિષ્ઠાથી વહન કરી રહ્યા છે અને પક્ષપલ્ટુની છાપ પણ ધરાવતા નથી,ત્યારે બિપેન્દ્રસિંહ જાડેજાની કોંગ્રેસમાં એકધારી સેવાને ધ્યાનમાં રાખીને પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસના મંત્રી ઉપરાંત તાજેતરમાં જ સૌરાષ્ટ્ર ઝોનના પ્રોટોકોલ ઇન્ચાર્જ તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે,
Mysamachar.in પોર્ટલને આપેલા એક ઇન્ટરવ્યુમાં બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે,કોંગ્રેસ પાર્ટી હવે સંગઠન મજબૂત કરવા તરફ જઈ રહી છે,જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા છેલ્લા ૬ માસથી શક્તિ અને જનમિત્ર નામના પ્રોજેકટ અમલમાં લાવ્યા છે, જેમાં શક્તિ પ્રોજેકટ હેઠળ દરેક કાર્યકર, મતદારોના Voter ID કાર્ડના નંબરથી સીધુ કોંગ્રેસ સાથે જોડાણ થઈ રહ્યું છે.ગુજરાતમાં અત્યાર સુધી ૬ લાખ લોકો શક્તિ કેન્દ્રમાં જોડાઈને કોંગ્રેસ પરિવારના સભ્યો થયા છે અને તેમના મોબાઈલ ફોન પર નિયમીત મેસેજ કરીને ધ્યાન રાખવાની નવી પહેલ કરવામાં આવી છે,
ઉપરાંત બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, શક્તિ ઉપરાંત જનમિત્ર પ્રોજેકટ હેઠળ બુથવાઇઝ એક પુરુષ અને એક સ્ત્રી સભ્ય બનાવીને બુથ મેનેજમેન્ટ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. હાલ જામનગર જીલ્લામાં જનમિત્રના કેમ્પો ચાલુ છે,બિપેન્દ્રસિંહ જાડેજાએ ખુલ્લાદિલે વાતચીત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ હવે કેડર બેઇઝ પર કામ કરવાનું શરૂ કર્યું છે, શિસ્તબંધ માટે સંગઠનમાં જવાબદારી સંભાળતા હોદેદારોની કામગીરીનું રોજેરોજનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે.હવે ગેરશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં, કોંગ્રેસમાં જે કામ કરશે તેનું મહત્વ વધશે,
આમ ગુજરાત પ્રદેશ મંત્રી અને સૌરાષ્ટ્ર પ્રોટોકોલ ઝોનના ઇન્ચાર્જ બિપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના બેબાક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ વિશે કરેલી વાતોથી કોંગ્રેસ સંગઠીત થઈ રહી છે અને બિપેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ પાર્ટી વિશે કરેલ આ વાત આગામી દિવસોમાં સાચી ઠરે તો, ભાજપ માટે ખતરાની નિશાની છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.