Mysamachar.in-રાજકોટ:
જૂનાગઢ ખાતે યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 09226 – વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક સ્પેશલ ટ્રેન
આ ટ્રેન 31 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી વેરાવળથી દરરોજ રાત્રે 21.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
2) ટ્રેન નંબર 09225 – ગાંધીગ્રામ–વેરાવળ દૈનિક સ્પેશલ ટ્રેન
આ ટ્રેન 1 નવેમ્બર, 2025 થી 11 નવેમ્બર, 2025 સુધી દરરોજ ગાંધીગ્રામથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે વેરાવળ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં માળિયા હાટીણા, કેશોદ, જૂનાગઢ, જેટલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જં., વઢવાણ સિટી, બોટાદ, ધંધૂકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 09225 અને 09226 માટે ટિકિટ બુકિંગ 30 ઓક્ટોબર, 2025 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ www.irctc.co.in પર શરૂ થશે. મુસાફરો ટ્રેનના રોકાણ, રચના અને સમયની વિગતવાર માહિતી માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.
-રાજકોટ ડિવિઝનની બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રીતે વધારવામાં આવશે જનરલ કોચ
આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે–બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વ્યવસ્થા 31 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. ટ્રેનોની વિગત નીચે મુજબ છે.
1) ટ્રેન નં. 19119/19120 – વેરાવળ–ગાંધીનગર કેપિટલ–વેરાવળ દૈનિક એક્સપ્રેસ
2) ટ્રેન નં. 19207/19208 – પોરબંદર–રાજકોટ–પોરબંદર દૈનિક એક્સપ્રેસ
આ અસ્થાયી કોચ વધારાનો હેતુ તહેવારી મોસમ દરમિયાન વધતા મુસાફરોની સંખ્યા ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મુસાફરોને આરામદાયક અને સુગમ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.





