Mysamachar.in-દાહોદ:
સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર દાહોદના એક શાળાના આચાર્ય દ્વારા ફૂલ જેવી બાળકી સાથે કરવામાં આવેલ દુષ્કર્મનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે, આ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપી આચાર્ય ગોવિંદ નટને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ રેકર્ડ બ્રેક 12 દિવસમાં દાખલ કરી છે. જેમાં કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. એટલુ જ નહિ, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુક કરવામાં આવી છે
ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.
Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.
તે ઉપરાંત Forensic chemistry: બાળકીમા ઝેરની હાજરી હતી કે નહી તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. Forensic Vehicle analysis:પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે. પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમા સફળ રહ્યા નથી, આ ટેસ્ટમા પુરવાર થયુ છે. Forensic Toxicology, Forensic Voice Spectrography: આરોપી એ અન્ય સાહેદને ધમકાવ્યા તે ફોનમા રેકર્ડીગ થયુ છે, તેનુ પરીક્ષણ કર્યુ છે, એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે.