Mysamachar.in-જામનગર:
જામનગરમાં રવિવારે અત્યંત ધૃણાસ્પદ ઘટના બની. એક શખ્સ ચાર વર્ષની માસૂમ બાળકીને ઘરનાં આંગણેથી ઉપાડી ગયો અને થોડાં સમય બાદ, બાળકીને ગુપ્ત ભાગમાં લોહી નીકળતા બદહાલતમાં ઘર નજીક પરત મૂકી ગયો !!
જામનગરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરનાર સજન નામનો નેપાળી શખ્સ આ પિડીત પરિવારનો પરિચિત છે ! આ નરાધમ પિડીત પરિવાર જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારનાં સિક્યોરિટી ગાર્ડનાં સમાજનો એટલે કે નેપાળી છે.
બાળકી દાદીમા પાસે રમતી હતી. આરોપીએ વૃધ્ધા પાસે પાણી માગ્યું. વૃધ્ધા પાણી લેવા ઘરમાં ગયા અને પાછળથી આ શખ્સ ચોકલેટની લાલચ આપી આ માસૂમ બાળકીનું અપહરણ કરી ગયો. થોડાં સમય પછી, બાળકી રડતી અને ધ્રૂજતી ઘરે આવી ત્યારે બાળાના પિતાએ દીકરીને પૂછ્યું : શું થયું બેટા ?!?! કેમ રડે છે ?! આ સમયે બાળકીનાં શરીરનાં ગુપ્ત ભાગમાં લોહી વહી રહ્યું હતું ! અને, બાળકી બોલી : મને સજનમામા ઉપાડી ગયા હતા !!
જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે ત્યાં ભારે અરેરાટી અને આ નરાધમ નેપાળી પ્રત્યે ધિક્કારની લાગણી જોવા મળી રહી છે. આરોપીને જો કે ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો છે. બાળાને તબીબી ચકાસણી પછી પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલી આપવામાં આવી છે. આ બનાવે સમગ્ર જામનગરમાં ચકચાર મચાવી દીધી છે.