Mysamachar.in:ગાંધીનગર
લગભગ એક સપ્તાહ પણ એવું નહિ જતું હોય કે જે સપ્તાહે રાજ્યના કોઈ ને કોઈ વિભાગમાંથી લાંચીયો ઝડપાયો ના હોય…રોજબરોજ સામે આવતા કેસો છતાં “લેનાર” ની હિમ્મત સતત ને સતત વધી રહી છે. એવામાં આજે ગાંધીનગર માણસા પોલીસ મથકનો ડી સ્ટાફનો ASI 60,000 લેતા એસીબીને હાથ ઝલાઈ ચુક્યો છે.
વાત એવી છે કે આ કેસના ફરિયાદીના કાકા ઉપર માણસા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુનો દાખલ થયેલ. જેને ગુનાના કામે હાજર કરી, માર ન મારવા અને જામીન ઉપર છોડવાના અવેજ પેટે મુકેશસિંહ અણદુસિંહ વાઘેલા, એ.એસ.આઇ., ડીસ્ટાફ, માણસા પોલીસ સ્ટેશન, ગાંધીનગર.રૂ.60,000/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે ડી સ્ટાફ ASIએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.60,000/- સ્વીકારતા ઝડપાઈ જતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.