Mysamachar.in-જામનગર:
ગુજરાત વિધાનસભા ચુંટણી આ વખતે નિત નવા કારસાથી ભરેલી છે જો કે જામનગર જિલ્લામા સૌથી નબળુ ચિત્ર જામજોધપુર બેઠકનુ છે, હાલ એક જ પક્ષ પુરતી સમીક્ષા કરીએ તો પુર્વ મંત્રી હિટવિકેટ થાય છે એટલે કે પોતાના જ તેમને ક્રીઝ ઉપર એવા કરશે કે સ્ટમ્પને બેટ અડતા અત્યાર સુધી ખેલ કરી એકઠો કરેલો ચોક્કસ જુથ કે જુથો પણ સપોર્ટ નહી કરે જો આવુ થાય તો.? તે ચિંતા ખુદ ઉમેદવારને પણ છે ને શાસક પક્ષને છે કે આપણે ઉમેદવાર પસંદગીમા થાપ ખાઇ ગયા કે શુ.? આમની તો લોકપ્રિયતા છે જ નહી લોકોમા ઉમળકો પણ દેખાતો નથી તો ખોટુ પગલુ તો નથી લેવાય ગયુ ને? તેમ મોવડીઓ દ્વિધામા છે.
સમગ્ર પણે 80-જામજોધપુર બેઠક જેમા જામજોધપુર અને લાલપુર તાલુકા આવે છે અને ભાજપના ઉમેદવાર ચીમનભાઇ સાપરીયા પુર્વમંત્રી છે પરંતુ આ વખતે તે નિવડેલા સાબિત નહી થાય તેવી હાલની સ્થિત હોઇ જામજોધપુર બેઠક ભાજપ ગુમાવશે તેવો રાજકીય વિશ્લેષકોનો ચોકાવનારો સર્વે છે જેનો વિશેષ અભ્યાસ થઇ રહ્યો છે પેલી બાજુ મોટાભાઇએ બંધ બારણે બધાને દબડાવ્યા છે.. કે 151 બેઠક જોઇએ જ છે નહિ તો સાહેબ ઉથલ પાથલ કરાવશે પછી કેતા નહી…! પરંતુ આ ચીમનભાઇ જેવા ગાબડા પાડે તો પક્ષને નુકસાનને ભરોસો પણ ખોટો પડે ને.?
કેમ કે વાસ્તવિકતાએ છે કે કહેવાતા ગુજરાત મોડલ થી લોકો નહી આકર્ષાય જેનુ કારણ એક જ છે કે આ વિધાનસભા ક્ષેત્રના આ પુર્વમંત્રી જે ઉમેદવાર છે તે લોકોને ગમતા નથી માટે તેમનો પ્રચાર પણ નિરસ બની રહ્યો છે, ગામડાની જનતાની પડખે ઉભા નથી રજુઆતો કરી ખાસ કઇ ખેડૂતોને લાભ વહેલાસર અપાવતા નથી પોતાના એટલે કે મામકાવને સાચવવામાથી ઉચા આવ્યા નહી માનીતા પાળીતા ઉચા આવી ગયા પ્રજા ખાડા, પાણી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન વગેરે પ્રાથમીક સુવિધા માટે હજુ સો ટકા સંતૂષ્ટ નથી ને ખેડૂતો બચત લોન ધીરાણ ખાતર સહિત અનેક પ્રશ્ન માટે હેરાન થાય છે માટે તો ચીમનભાઇ સાપરીયા ગમે ત્યા પ્રચારમા જાય ખાસ કઇ જામતુ નથી ક્યાય 20 કે 25 લોકોથી વધારે એકઠા થતા જ નથી એ પણ શરમે ધરમે આવતા હશે ને? માટે ભાજપના આ ઉમેદવારના પ્રચારમાં કાગડા ઉડે છે…..વગેરે અનેક મુદા બેય તાલુકા ચર્ચાતા હોઇ ચીમનભાઇની જીત મુશ્કેલને હાર સરળ હાલના એટલે કે આજ દીવસ સુધીના સમીકરણો જોતા દેખાય છે તેમ લોકઅભિપ્રાયમાં સામે આવે છે.
આ સિવાયની અને ચીમનભાઇ સાપરીયાને લાગુ પડતી નથી તેવી મભમ માં જોરશોરથી ક્યાક ક્યાક થતી ચર્ચાની વાત કરીએ તો ” આપણા જ સાથ ન આપે તો આત્મમંથન કરવુ જોઇએ…ફ્લેશબેકમા જઇ જોવુ જોઇએ કે સતા હતી ત્યારે શેમા-શેમા વધુ ધ્યાન આપ્યુ હતુ? ચુંટણી પ્રચારમા છે…ક ઉપરથી નીચે સુધી આપણા સમર્થનમા ખાસ કોઇ ધમધમાટ આવકાર આયોજનો કેમ નથી? વગેરે…..વગેરે”