Mysamachar.in-જામનગર:
જામનગરમાં બ્રાસ સ્ક્રેપના વેપારી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ગુન્હો નોંધી સબક શીખવ્યો છે, આ અંગે સીટી સી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગતો એવી છે કે અંતીમભાઇ ઠાકોરદાસ મોદી જેવો જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરે છે તેનો ભેટો કોઈપણ રીતે થોડા સમય પૂર્વે સાગર કારુભાઈ નંદાણીયા નામનો ઇસમ જે જામનગરના 80 ફૂટ રીંગ રોડ પર આશિશ એવન્યુમાં રહે છે તેની સાથે થયો હતો,.
જે બાદ સાગર નંદાણીયાએ વેપારી અંતિમભાઈને વિશ્વાસમાં લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યા સબબની ફરિયાદની વિગતો એવી છે કે આરોપીએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરિયાદી અંતિમભાઈને વિશ્વાસમા લઇ તેની પાસેથી બ્રાસપાર્ટના ભંગારનો માલ ખરીદેલ કરેલ અને માલના અડધા પૈસા ચુકવી ફરીયાદીની મોદી મેટલ્સ નામની પેઢીનુ બીલ તથા જી.એસ.ટી. નંબર મેળવી અને ફરિયાદીને આપવાના બાકીના પૈસાના બદલે અન્ય પેઢીના નામનો ચેક આપી જે ચેકમા આરોપી સાગરે પોતાની સહી કરી ચેકનો ખરા ચેક તરીકે ઉપયોગ કરી તથા ફરિયાદી અંતિમભાઈની પેઢીના જી.એસ.ટી. નંબર તથા પેઢીના નામ આધારે આરોપીએ આશાપુરા મેટલ નામની પેઢીમાંથી આશરે 2500 કિલો જેટલો બ્રાસપાર્ટના ભંગારની ખરીદી કરી અને ફરિયાદી પાસેથી અગાઉ લીધેલ બ્રાસપાર્ટના ભંગારના બાકી નીકળતા પૈસા નહી ચુકવી ફરીયાદી સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત છેંતરપીંડી કર્યા સબબની ફરિયાદ સી ડીવીઝનમાં નોંધાતા વધુ તપાસ પી.એસ.આઈ.આર.ડી.ગોહિલ ચલાવે છે.