Mysamachar.in-જામનગર:
જામનગરમાં લોકસભાની ચૂંટણીની સાથોસાથ ક્રિકેટના સટ્ટાની પણ મોસમ ખીલી ચૂકી હોય તેમ એક બાદ એક ક્રિકેટના સટ્ટાઑ પર પોલીસ દ્વારા ઘોસ બોલાવવામાં આવી રહી છે, એવામાં એક જ દિવસમાં હાલારમાં ૩ સ્થળોએથી પોલીસે ક્રિકેટનો સટ્ટો ઝડપી પાડ્યો છે.
શહેરના આનંદ કોલોની મેન્ટલ હોસ્પિટલ નજીક અશ્વિનસિંહ રાહુભા ઝાલા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને IPLની મેચ પર ગ્રાહકો પાસેથી રન ફેરના સટ્ટા બેટિંગનો હાર-જીતનો જુગાર રમાડી અને દિપક વિસનગરવાળાને કપાત કરાવતો હોવાનું સામે આવ્યું છે, પોલીસે દરોડા દરમ્યાન ૭ મોબાઈલ ફોન, લેપટોપ મળી કુલ ૧,૪૭ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે ૮ ગ્રાહકોના નામ ખૂલતાં તેની સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે,
જ્યારે બીજા દરોડામાં સાધના કોલોની વિસ્તારમાં સંજય વસંતભાઈ ભદ્રા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને IPL મેચની હાર-જીતના પરિણામો પર ક્રિકેટનો સટ્ટો ચલાવતો હોય LCB એ દરોડો પાડી ૨૭,૦૦૦ના મુદામાલ સાથે સંજયને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ૩ શખ્સોને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.
ક્રિકેટના સટ્ટાના ત્રીજા દરોડામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં આવેલ નગરપાલિકાના બગીચામાં IPL મેચ પર પૈસાની હાર-જીત કરી આંકડાનો જુગાર રમી રહેલા વિવેક જોશી અને હરકિશન સાયાણીને પોલીસે ૧૦,૧૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.