Mysamachar.in-વલસાડ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેના દ્વારા કરવામાં આવતા અને તેના દ્વારા લેવામાં આવતા નિર્ણયોને લઈને જાણીતા છે, એવામાં આજે પાટીલનું વધુ એક નિવેદન જાહેરમંચ પરથી સામે આવ્યું જે ભારે ચર્ચાનો વિષય બન્યું છે, સી.આર. પાટીલે આજે અધિકારીઓને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. પાટિલે આજે વલસાડમાં અધિકારી સાથે દોસ્તી હોય તો તોડી નાંખવાની વાત કરતા તમામને આશ્ચર્ય થયું છે. પાટિલ એટલેથી અટકાયા નહોતા. તેમને વધુમાં જણાવ્યું કે કોઈપણ અધિકારી આવે તેની પાસે કામ લેવાનું અને પાર્ટીના પદાધિકારીઓને વધુ મહત્વ આપવાની વાત કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વલસાડમાં પાર્ટીના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વલસાડમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં તેમને હાજરી આપી હતી. ત્યારબાદ તેવોએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન સી.આર.પાટીલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે. પાટિલે કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓએ અધિકારીઓ સાથે દોસ્તી રાખવી જ નહિ, અને જો અધિકારીઓ સાથે દોસ્તી હોય તો તોડી દેજો. અધિકારીઓ કરતા પાર્ટીના પદાધિકારીને વધારે મહત્વ આપવા કાર્યકર્તાઓને સી. આર. પાટીલે સૂચન કર્યું હતું.