Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે. ગૃહમંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાતથી રાજકીય ગરમાવો આવ્યો છે. વર્ષ 2007માં અસારવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવાના કેસ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ કર્યો છે. વર્ષ 2007માં અસારવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રદીપસિંહે પત્રિકા છપાવી હતી. જેતે સમયે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર પાસે ફરિયાદ નોંધાવીને આરોપ મૂક્યો હતો કે, પ્રદીપસિંહે ચૂંટણીમાં પત્રિકા છપાવી આચારસંહિતા ભંગ કર્યો છે. સાથે જ એવો જ આક્ષેપ કરવામાં આવ્યો કે ગૃહમંત્રી પ્રદીપસિંહે મતદારોને આકર્ષવા માટે 2007માં નવરાત્રિમાં કેટલીક વસ્તુ વહેંચી હતી. જેની જે તે સમયે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી હતી. ત્યારબાદ હવે આ કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં હાલના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા જણાવ્યું છે.