Mysamachar.in-સુરત
રાજ્યમાં દારૂ ઉપરાંત અન્ય નશીલા પદાર્થોના વેચાણ વધી રહ્યા છે, જો કે કોઈક કિસ્સાઓમાં પોલીસ સહિતની એજન્સીઓને આવા નશીલા પદાર્થોના વેચાણની કડીઓ મળી જાય તો તેમાં કાર્યવાહી પણ થાય છે. સુરતમાં એમ.ડી.ડ્રગ્સ વેચતા દંપતીને રૂ..45 હજારની મત્તાના 9 ગ્રામ એમડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે, તેમની પુછપરછના આધારે એસ.ઓ.જીએ ડ્રગ્સ વેચવા આપનાર શખ્સને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. સુરતમાં પોલીસ ને હકીકત મળી હતી કે રાંદેર કોઝવે સર્કલ રાજુનગર પ્લોટ નં.27/331 માં પતરાના છતવાળા એક મકાનમાં એમ.ડી.ડ્રગ્સનું છૂટક વેચાણ કરવામાં આવે છે.
આ બાતમીના આધારે ગતરોજ પોલીસે છાપો મારતા મોહમદસલીમ મોહમદસફી મેમણ અને તેની પત્ની જોહરાબીબીને પોલીસે ઝડપી લીધા હતા. એસ.ઓ.જીએ તેમની પાસેથી રૂ.45 હજારની કિંમતનું 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અગાઉ હત્યાના પ્રયાસ, ચોરીના ગુનામાં ઝડપાયેલા મોહમદસલીમ અને તેની પત્નીની પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેમને રાંદેરની ભરૃચી ભાગળ ઝૂંપડપટ્ટીમાં રહેતો આલમજેબ ઉર્ફે આલમ ગોલ્ડન મોહમદ અયૂબ ઉર્ફે મગરુ શેખ આપી ગયો હોવાની કબૂલાત કરતા એસ.ઓ.જીએ તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.