Mysamachar.in-અમદાવાદ:
જેનો ગુન્હો જ આચરવો છે તે ગમે તેમ કરીને ગુન્હાને અંજામ આપી દે છે, અમુક વખતે ગુન્હેગારોની મોડસ ઓપરેન્ડી જોઇને પોલીસ પણ દંગ રહી જતી હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, કોઈને માનવામાં ના આવે તેમ રેલવે સ્ટેશન બહારથી લાડુ બનાવી પેપરમાં પેક કરી આ દંપતી ચરસનો જથ્થો લઈ જતા હતા જેને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યા છે,
અમદાવાદ ક્રાઈમ બાન્ચને બાતમીને આધારે અમદાવાદમાં એક દંપતી ચરસની હેરાફેરી કરી રહ્યું છે. જે માહિતી પરથી ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. પોલીસે ફુલપ્રુફ પ્લાનિંગ બનાવીને દંપતીને પકડવા માટે ટીમ બનાવી હતી. જેમાં દંપતી રશીદખાન પઠાણ અને તેની પત્ની શહેનાઝબાનુ પઠાણ ચરસ લઈને જવાનું હતુ તેમની તસવીર પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાસે હતી. તેથી જેમ આ દંપતી રેલવે સ્ટેશનની બહાર આવ્યું, તો તરત જ તેઓને પકડી લેવામાં આવ્યું હતું. પોલીસે દંપતીની તપાસ કરતા તેમની પાસેથી સફેદ લાડુ મળ્યા હતા. પોલીસે સઘન તપાસ કરી તો આ લાડુ ચરસના રૂપમાં હતા. લગભગ 5950 ગ્રામનું ચરસ પકડી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. આ જથ્થો કુલ 29 લાખનો હતો. જે અન્ય રાજ્યમાંથી લાવીને અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું. હવે આ ચરસ ક્યાંથી આવ્યું કેટલા સમયથી દંપતી આ રીતે હેરફેર કરતુ હતું સહિતના મુદ્દાઓને લઈને પોલીસ તપાસ આગળ વધારી રહી છે.