Mysamachar.in-ભાવનગર
રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં હાથમાં માવા ઘસનારા અને બાદમાં મો માં ફાંકડા ભરનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે, તમામ પેકિંગ પાઉચ પર ‘સ્વાસ્થ્ય માટે હાનીકારક’ લખાયેલું હોવા છતાં લોકો તંબાકુનું સેવન કરી રહ્યા છે, આ તમામ વચ્ચે ભાવનગરમાં નકલી તમાકુનું રેકેટ સામે આવ્યું છે, આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે. આરોપી ગણેશનગર-2માં ડુપ્લિકેટ તમાકુ બનાવતો હતો. જેની જાણ થતાં પોલીસે રેડ પાડી હતી. આ રેડમાં પોલીસે ડુપ્લિકેટ તંબાકુના જથ્થા સાથે પ્રિન્ટિંગ રોલ પણ જપ્ત કર્યો છે. જે બાદ D-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે,
શહેરના ગણેશનગરમા ડુપ્લીકેટ તમાકુ બનાવી વેચાણ કરતા શખ્સ સામે બાગબાન કંપનીના કર્મચારીએ ફરીયાદ કરતા બોરતળાવ પોલીસે સ્થળ પર રેડ કરી મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. અમદાવાદમાં રહેતા અને બાગબાન 138 તમાકુના કર્મચારી હીરેનભાઇ મુકેશભાઇ પટેલએ ભાવનગર ગણેશનગર-2 માં રહેતા નરેશ બોધાભાઇ સોલંકી પોતાના ઘરે બાગબાન કંપનીની નકલી તમાકુ બનાવી તેનું વેચાણ કરતો હોવાની ફરીયાદ બોરતળાવ પોલીસમાં કરતા પોલીસે સ્થળ પર રેડ કરતા રૂ.1,32,000ની કિંમતના તમાકુના મુદ્દામાલ તથા પ્રિન્ટીંગ મશીન સહીતની વસ્તુઓ સાથે નરેશ બોધાભાઇ સોલંકી (રહે.ગણેશનગર-2, ભાવનગર)ને ઝડપી લીધો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.