Mysamachar.in-અમદાવાદ
જો કોઈ દર્દી કોરોના પોજીટીવ હોય તેને હોસ્પિટલમાં થી રજા મળી ચુકી હોય તો પણ તે નિયમમુજબ 14 દિવસ સુધી કોઈને મળી શકતો નથી, એવામાં પોજીટીવ દર્દી જે હોટેલમાં રોકાયો હોય અને ત્યાં જ તેના મિત્ર સાથે મહેફિલ માંડે તો…જી હા એકદમ સત્ય કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે શહેરનાં બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરના ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતા દર્દી પાસેથી એક દારૂની બોટલ મળી હતી.
આ ઉપરાંત હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જે નેગેટિવ છે તે પણ રૂમમાંથી મળી આવ્યો હતો. ત્યારે આ દરોડા બાદ જીંજર હોટલ સામે સવાલ ઉઠી રહ્યો છે કે, ક્વોરન્ટીન સેન્ટરમાં માત્ર પોઝિટિવ દર્દીઓ હોય તો નેગેટિવ દર્દીને પ્રવેશ કઇ રીતે આપવામાં આવ્યો. હોટલમાં દારૂની બોટલ કઇ રીતે પહોંચી વગેરે બાબતો પણ તપાસ માંગી લેતી છે, વસ્ત્રાપુર પોલીસ જણાવ્યા મુજબ હોટલ AMC નું કોવિડ સેન્ટર હાલ નથી. યુવક કોરોનાનો દર્દી હતો અને ત્યાં ક્વોરન્ટીન હતો. જો કે મિત્ર સાથે દારૂ પીવા માટે ભેગો થયો હતો. જય પટેલ પોતે કોરોના પોઝિટિવ દર્દી છે અને આકાશે રિપોર્ટ કરાવ્યો છે. બંન્ને યુવકો દારૂ પીવા માટે એકત્ર થયા હતા. જો કે તે અંદર કઇ રીતે પ્રવેશ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત દારૂની બોટલ કઇ રીતે અંદર આવી તે પણ પોલીસ તપાસનો વિષય છે.