Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં કોરોના વાયરસ માટે સરકાર દ્વારા રાખવામાં આવી રહેલી તકેદારી વચ્ચે ગુજરાતમાં 2 દિવસમાં 5 કેસ કોરોના પોજીટીવ નોંધાયા હોવાનું આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું હતું રાજ્યમાં સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બે કેસ અમદાવાદના છે અને એક વડોદરાનો કેસ છે. આ વાતની પુષ્ટિ સત્તાવાર રીતે આરોગ્ય સચિવ જયંતિ રવિએ કરી હતી. તેમણે લોકોને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે,
સામે આવેલ પોજીટીવ કેસોમાં વડોદરાનો દર્દી સ્પેનથી આવ્યો હતો અને અમદાવાદમાં ફીનલેન્ડથી આવેલી યુવતીનો રીપોર્ટ પોઝિટિવ છે. અમદાવાદના બે કેસમાંથી એક 21 વર્ષની યુવતી સેટેલાઈટ વિસ્તારમાં રહે છે અને તે ન્યૂયોર્કથી પરત ફરી હતી. ત્યાંથી આવ્યા બાદ તેને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. આ ટેસ્ટ માટે સેમ્પલ પૂણે મોકલાયા હતા. પૂણેથી આ રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણ કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દી છે જે સારવાર લઈ રહ્યા છે.
કોરોના વાયરસના જેમના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે તમામ ડાયરેક્ટ ગુજરાત નથી આવ્યા તેઓ વિદેશથી પહેલા મુંબઈ કે દિલ્હી લેન્ડ થયા હતા અને ત્યાંથી ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં કોઈ કેસમાં દર્દી મનાઈ કરે તો પણ કાયદાકીય રીતે તેને હોસ્પિટલમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.