Mysamachar.in-જામનગર
કોરોના વાયરસએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યારે દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ tiktok પર કેટલાક લોકો કોરોનાની મજાક ઉડાવી રહ્યા છે., તો કેટલાક લોકો ઘર બહાર નીકળીને વિરોધ દર્શાવી રહ્યા છે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે કેમકે જે દેશમાં કોરોનાનું ત્રીજું સ્ટેપ આવ્યું તે દેશમાં કલ્પના બહારના લોકોના મૃત્યુ થયા છે, અને તેમના પરિવારજનોને ખબર નથી કે મૃત્યુ પામેલા લાશોની સ્થિતિ શું થઇ છે,
કોરોના અંગે મોટાભાગની ન્યૂઝ ચેનલોમાં વૈશ્વિક મહામારીનું વિશ્લેષણ દર્શાવવામાં આવી રહ્યું છે, અને તેનાથી સાવચેત રહેવાના સૂચનો અને સરકારના આદેશોનું ચુસ્તપણે પાલન કરવું તે બાબતો પણ વિસ્તૃત રીતે દર્શાવવામાં આવી રહી છે જેથી આગામી બે સપ્તાહ લોકોને આ મહામારીને ડામવા ખુબ જ કાળજી લેવી પડશે નહિતર કલ્પના કરવી પણ મુશ્કેલ છે તેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જ લોકો સાવધાન થઈ જાય તે જરૂરી છે
વિદેશોમાં કોરોનામાં ફસાયેલા પહેલા એકલા થઈ ગયા અને મૃત્યુ પછી લાવારીસ થઈ ગયા કોરોના એ માણસોને અસલી ચહેરો બતાવી દીધો છે તેમ છતાં કેટલાક નાગરિકો દ્વારા ગંભીરતાથી ધ્યાને લેતા નથી, અને સોશિયલ મીડિયા પર કોરોનાની મજાક ઉડાડવામાં આવી રહી છે, પરંતુ તેના પરિવારજનો કોરોનાની લપેટમાં આવી ગયા પછી જ આવા લોકો કોરોનાની વાસ્તવિકતા નિહાળી શકશે, આથી જામનગર સહિત દેશવાસીઓને આગામી 21 દિવસ સુધી સરકારના સૂચનો પાલન કરી કોરોનાના ત્રીજા સ્ટેપને અલવિદા કરવા સહયોગ આપો નહિતર આ મહામારી કેવું સ્વરૂપ દેખાડે તેની કલ્પના કરવી એ પણ લોકોના રુવાડા ઉભા કરી દે તેવી છે માટે અત્યારથી જ સાવધાની રાખવી જરૂરી છે.