Mysamachar.in-ગાંધીનગર:
થોડો સમય સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો કે કોરોનાના એકલ દોકલ સિવાય એટલે કે ખુબ ઓછી સંખ્યામાં કેસો રાજ્યમાં સામે આવતા હતા પણ છેલ્લા કેટલાક દિવસોથી જામનગર સહીત રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, એક તરફ ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63 કેસ નવા કેસ સામે આવ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે, સમગ્ર ગુજરાતમાં એક માત્ર જામનગરમાં ઓમિક્રોનના ત્રણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા પણ સ્થાનિક પ્રશાસનથી માંડીને રાજ્ય સરકાર સુધી સૌ સતર્ક બન્યા છે.
એવામાં આજે ગાંધીનગરથી રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે જામનગરના દર્દીઓની હાલત હાલ સ્ટેબલ છે તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપવામાં આવશે. હાલ રાજ્યમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં ચાલી રહેલી લગ્નની સિઝનને કારણે કેસો વધી રહ્યા હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે,વધુમાં તેવોએ કહ્યું કે સંભવિત ત્રીજી લહેરને લઇને પણ સરકારે તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે. આ સાથે ગુજરાતના પડોશી રાજ્યોમાં વધતા જતા કોરોના કેસોને લઇને અન્ય રાજ્યો સાથે જોડતી સરહદો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે.
ઉલ્લેખનિય છે કે હાલ રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નની સિઝન દરમિયાન કોરોના ઝડપી ફેલાતો હોય છે, આરોગ્ય અગ્રસચિવે કહ્યું કે લગ્નગાળાને કારણે કેસમાં મામુલી વધારો થયો છે. જમતી વખતે અથવા મળતી વખતે સંક્રમણ ફેલાય છે ટેસ્ટ વધુ થાય તો સાચો ખ્યાલ આવે, કોરોનાની ત્રીજી લહેરની લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ મનોજ અગ્રવાલે જણાવ્યું છે. તેમજ રાજયમાં બેડ, ઓક્સિજન અને કર્મચારીઓને તાલીમ પણ આપાઈ છે. આરોગ્ય અગ્રસચિવે લોકોને સાવચેતી રાખવાનો નિર્દેશ કર્યો છે, હાલ ઓક્સિજન અને બેડની સંખ્યમાં વધારો કરવામાં આવી રહ્યો છે. દવાઓનો પૂરતો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો હોવાનો દાવો રાજ્યના આરોગ્ય અગ્ર સચિવે કર્યો છે.