Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ફોર્મ ભરવા પૂર્વે ઓશવાળ સેન્ટર ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર, હકુભા જાડેજા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ખાસ કરીને કાર્યક્રમમાં રિલાયન્સ ગ્રુપ વાઇસ પ્રસિડેન્ટ ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા,

શહેરના ઓશવાળ સેન્ટર ખાતે યોજાયેલા આ વિશાળ વિજય વિશ્વાસ સંમેલનમાં દ્વારકા જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ પી.એસ.જાડેજા અને સદસ્ય જેતુબેન સોનગરાને જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. બંને આગેવાનોના જોડાવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સતા પરીવર્તનના એંધાણ નિશ્ચિત દેખાઈ રહ્યા છે,

ત્યારે આ આગેવાનો સહિત દ્વારકા જિલ્લાના અનેક સરપંચો સહિત કોંગી કાર્યકરો પણ ભાજપમાં જોડાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.આમ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે મોટો ખેલ પાડતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે કોંગ્રેસ કેવી રણનીતિ અપનાવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.