Mysamachar.in-જામનગર:
મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમા ઘરેથી બનાવેલી કે પોતે બહારથી ખરીદેલી ખાણીપીણીની વસ્તુઓ ને ગ્રાહકોને સિનેમા ઘરોમાં અંદર લઇ જવા દેવાના પ્રતિબંધને લઈને મહારાષ્ટ્રમા ભારે વિરોધ ઉઠ્યો હતો..અને ત્યારબાદ જામનગરમાં પણ મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો સામે કેટલીક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો દ્વારા બાંયો ચઢાવવાની શરૂઆત પણ કરવામાં આવી હતી,પરંતુ જામનગરમાં મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહોમાં ગ્રાહકોના અધીકારો હજુ અધ્ધરતાલ હોય તેવો માહોલ છે કેમ કે હજ્જારો સિનેરસીકોની ખાણીપીણીના ભાવમાં મુંડાતા હોવાની પીડા ને સો ટકા વાચા મળવામાં વિલંબ થઇ રહ્યો છે.
નાગરિકોનો આક્ષેપ છે કે મલ્ટીપ્લેક્સ સંચાલકો ઘરની ખાણીપીણીની ચીજવસ્તુઓ અંદર ના લઇ જવા દઈ અંદર વેચાણ થઇ રહેલ ખાણીપીણીની આઈટમો નિયત કરતાં ૨૦૦ થી ૩૦૦ ટકા ઉંચા ભાવોથી વેચાણ કરી રહ્યા છે,.જે અન્યાયી બાબત હોય તે અંગે તંત્ર એ યોગ્ય પગલા ભરવાની સાથે જ મહારાષ્ટ્ર ની જેમ ગુજરાત સહીત જામનગરના સિનેમાગૃહોમાથી પણ આવો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તંત્રનુ આ બાબતે અકળ મૌન હોઇ જંગ છેડાઇ હતી અને ઠરી પણ ગઇ અને પરિણામ ન આવે ત્યા સુધી અવિરત જંગનુ એલાન કરી લડતના મંડાણ કરવાના જુસ્સા હાલ ઠરી ગયા છે.,ત્યારે આ પ્રશ્ર્ન જામનગરના અને આજુબાજુના ગામોના હજ્જારો સિનેરસિકોનો હોઇ છાને ખુણેથી આ લડતને ખુબજ આવકાર મળ્યો છે,અને સંખ્યાબંધ ગ્રાહકોએ તો ખાણીપીણીના બીલ તેમજ કોઇ વખતે ગ્રાહક સાથે આવા મુદે ઘર્ષણ થયા હોય તેના પુરાવાઓ એકઠા કરવાનુ પણ શરૂ કરી દીધુ છે.
સંસ્થાઓનો અને નાગરીક સંગઠનોનો આ મામલે મત છે કે ભલે સિનેમાઘરોમા પોતાની ખાણી પીણી લઇ જવાની સંપુર્ણ છુટનો મામલો અદાલતના નિર્ણય ઉપર પેન્ડીંગ છે,પરંતુ ન્યાયના હિતમાં ગ્રાહકના મુળભૂત હકના અમલ થવા ફરજીયાત છે.
સિનેમા સંચાલકોનો બચાવ..
સિનેમા સંચાલકોનો બચાવ છે કે અમો વ્યાજબી ભાવ એટલે કે MRP જ લઇએ છીએ,.અને મનોરંજન માટેની બાબત છે એમા કંઇ આગ્રહ કરતા નથી સ્વયં ગ્રાહકો ખર્ચ કરીને જે તે ખાણીપીણીની ખરીદી કરે છે,સિનેમા દ્વારા કોઈ ગ્રાહકને કોઈ જ પ્રકારની ફરજ પાડવામાં આવતી નથી..
અમુકને ખાસ કિસ્સામાં છુટ..
સિનેમાઘરોમા જનાર ને એવી રીતે ચેક કરાય છે કે જાણે કંઇક શંકાસ્પદ ચીજ વસ્તુ લઇ ઘુસવાના હોય જો કે અમુક જોર કરે જોહુકમી કરે સરકારી વિભાગોને ફોન કરી બોલાવશે..તેવુ કરે અને વિરોધ વ્યવસ્થિત કરે તેવા ગ્રાહકોને પોતાની ખાણી પીણી લઇ જવાની છુટ મળી જાય છે,અમુક વિભાગોને તો પીળો પરવાનો છે.