Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:જામનગર:
જામનગર જિલ્લાના જામજોધપુરમાં કોંગ્રેસની જાહેરસભામાં લોકસમર્થન મેળવવામાં કોંગ્રેસના ઉમેદવારને સફળતા મળ્યા બાદ કાલાવડમાં અને ધ્રોલ લતીપુર ખાતે કોંગ્રેસે સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલને મેદાને ઉતારીને જંગી જાહેર સભાનું આયોજન કરવામાં ધારી એવી સફળતા કોંગ્રેસને મળી ચૂકી છે,અને છેલ્લા બે-ત્રણ દિવસમાં ગ્રામીણ ક્ષેત્રમાં સંપૂર્ણ વાતાવરણ પલ્ટી ચૂક્યું હોય તેમ કોંગ્રેસ નું ચિત્ર મજબૂત બનતું જતું હોય તેવો માહોલ જામતો જાય છે. ત્યારે સોમવારે ફરીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગામોના પ્રવાસના બીજા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા પ્રવાસ કરીને લોક સંપર્ક શરૂ કરી દીધો છે,

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની વિવિધ બેઠકોના ગામોમાં મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસ ટીમના હોદ્દેદારો, આગેવાનો, સદસ્યો વગેરેએ પ્રવાસ કર્યો હતો, જેમાં વાડીનારના અરબરી ચોક ખાતે વાડીનાર જીલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા કાઠી દેવળીયા, સોઢા, તરઘરી, નાના આંબલીયા, મોટા આબલા,નાના માંઢા, મોટા માંઢા, ભરાણા ,ટીંબડી, કજુરડા વગેરે ગામો લોકો સાથે મુળુભાઇ કંડોરીયા સંવાદ કરીને કોંગ્રેસના ઉમેદવાર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા,હર્ષદપુર જિલ્લા પંચાયત હેઠળ આવતા નાગનાથ મહાદેવ મંદિર પાસે સોડસલા, સલાયા રોડ ખાતે ચાર- બાર, ચુડેશ્વર, સિ. કાલાવડ, ગોઈજ, હરીપર, સોડસલા, કુબેર વિશોત્રી, પરોડીયા, નાના-મોટા આબલા, સામોર, કોઠાવિસોત્રી, કુવાડીયા, હર્ષદ, સલાયા વગેરે ગ્રામજનો સાથે જનસંપર્ક દરમિયાન કોંગ્રેસને આવકાર મળ્યો હતો,પ્રવાસ દરમિયાન વડત્રા ભરવાડ સમાજની વાડી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં નાના-મોટા આસોટા, બેરાજા, દાત્રાણા, હજડાપર, ધંધુસર, બેહ, ઝાકસિયા, હસથળ, કુવાડીયા,નાવ- જુના વિરમદડ, જુવાનગઢ,માધવપુર, પીપરીયા, મોવાણ ,સિધ્ધપુર, ગોકલપર, ભાતેલ, સોનરડી વગેરે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

જ્યારે ભાડથર જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ભાડથર સહિત સેઢા ભાડથર, ગોલણશેરડી,ઠાકર શેરડી, કેશોદ,વિજલપર, કેશોદ, ભારા-બેરાજા, લાલપરડા, લાલુકા વગેરે ગ્રામજનો માટે ભાડથર પેટ્રોલ પંપ કમ્પાઉન્ડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આકરી ગરમી વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોંગ્રેસ ઉમેદવાર અને ટીમને આવકારયા હતા,

ઉપરાંત ભાડથર- બજાણા જિલ્લા પંચાયત સીટના પણ ખોખરી, ભીંડા, મોટીખોખરી, નવી જૂની ફોટ, કોટડીયા, સગારીયા, ભંડારીયા, કોલવા, વડગામ કોલવા, ભટ્ટગામ, માંજા, લલીયા, નવાજૂના તથિયા, કંડોરણા બજાણા,આંબરડી,દેવરીયા, પીરલાખાસર ,હાપાલાખાસર, મહાદેવિયા,આહિર સિહણ, સુમરા તરઘરી, કાકાભાઈ સિંહણ, સખપર,નાગડા દાતા, કોટા, વગેરે ગ્રામજનોમાં આગેવાનો સાથે મુળુભાઇ કંડોરીયાએ બેઠક યોજી હતી,દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત સીટ વાઇઝ બેઠકો,સભાઓ અને મીટીંગોમાં કોંગ્રેસ ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા સાથે ધારાસભ્ય વિક્રમ માડમ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજ્જન, એભાભાઈ કરમુર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

જામનગર લોકસભાની સીટ પર ખેડૂત પુત્ર મુળુભાઇ કંડોરીયાને મેદાનમાં ઉતાર્યા બાદ તેઓ સતત લોકસંપર્ક કરીને કોંગ્રેસની તરફેણમાં ટૂંકા ગાળામાં જ મોટાપાયે જનસમર્થન મેળવવામાં સારી એવી સફળતા હાંસલ કરી લેવાનો રિપોર્ટ દિલ્હી સુધી પહોંચી ચૂક્યો છે,એવામાં જામનગર તાલુકાના ખીમરાણા,અલીયા, વિભાપર વગેરે ગામોના પ્રવાસ દરમિયાન જનસંપર્ક માં આવકાર મળ્યા બાદ મુળુભાઇ કંડોરીયા જામનગર ગ્રામ્ય વિસ્તારના જીવાપર, બેડ વગેરે ગામોમાં પ્રવેશતાની સાથે જ લોકોએ ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું,

ગામના આગેવાનો સાથે બેઠક દરમિયાન મુળુભાઇ કંડોરીયાએ કોઈપણ જાતના વાદ-વિવાદ કે આક્ષેપો વગર સરળ શૈલીમાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરીને લોકોની સમસ્યા ઉકેલવા માટે અને કામ કરવા માટે જ નેતા હોય છે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેવું તે મારા સ્વભાવમાં છે,તે સહિતના મુદ્દે વાત કરી હતી અને આ વાત લોકોને પસંદ પડતા કોંગ્રેસને સમર્થન આપવા માટે વિવિધ સમાજના આગેવાનોએ પણ સ્થળ પર જ મુળુભાઇ સહિતના આગેવાનોને ખાતરી આપી હતી,જામનગર ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાની સાથે જીવણભાઈ કુંભરવાડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ ભાઈ રાઠોડ, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવાર જેન્તીભાઈ સભાયા, કલ્પેશભાઈ હડીયલ સહિતની કોંગ્રેસ ની ટીમ એ પણ પ્રવચન આપીને ભાજપ ખેડૂતવિરોધી સરકાર છે અને ખેડૂતોની કોઈ દરકાર ન હોવાથી પાકવીમામાં પણ અન્યાય કરેલ છે,

તે સહિત સિંચાઇ,પાણી,મોંઘવારી,વધતી બેરોજગારી સહિતના પ્રશ્ને લોકો ભાજપથી કંટાળી ચૂક્યાનું પણ સામે આવ્યું છે, આથી પરીવર્તન લાવીને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી હતી,આ વખતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ લીડ આપવાની સંકલ્પ સાથે ખાતરી સ્થાનિકોએ ઉચ્ચારી હતી,આ બેઠક સમયે વિસ્તારના આગેવાનો ઉપસરપંચ અમિતભાઈ સોનગરા, માજી સરપંચ ગોવિંદભાઈ સોનગરા, તુલસીભાઈ ધારવીયા, કેશવજીભાઇ કટેશીયા, મનજીભાઈ કટેશીયા, પૂંજાભાઈ કણજારીયા, મનસુખભાઈ સોનગરા જીતુભાઈ સોનગરા, કાળુભાઈ અમિન ટ્રાન્સપોર્ટવાળા, રાજપૂત સમાજમાંથી મુન્નાભાઈ, લખધીરસિંહ જાડેજા,સામરાજ ભગત વગેરે સમાજના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
