Mysamachar.in-જામનગર:
પાટીદાર નેતા અને હાલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ને પણ છેલ્લા કેટલાક દિવસોથી પ્રચાર દરમિયાન વિરોધનો સામનો કરવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે,ત્યારે ગતરાત્રીના પણ અમદાવાદમાં એક સભા દરમિયાન હાર્દિક સામે હોબાળો થતા આજે જામનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાર્દિકની રેલી સહિતનો કાર્યક્રમ યોજાય તે પૂર્વે તેને ગતરાત્રીના જામનગર એસપીને ઉદેશીને એક પત્ર લખ્યો છે,જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
હાર્દિકે જામનગર એસપીને ઉદેશીને લખેલા પત્રમાં આજે સવારથી બાદનપર,ભાદરા,વંથલી,બજરંગપુર સહિતના બીજા કેટલાક ગામોમાં હાર્દિકનો રોડ શો અને સભા હોય તે દરમિયાન અસામાજિક તત્વો હાર્દિકની કાર પર અથવા જીવલેણ હુમલો કરે તેવી શક્યતાઓ દર્શાવી અને તેના કાર્યક્રમો દરમિયાન સુરક્ષા ફાળવવા રજૂઆત કરી છે,
મહત્વનું છે કે આજે લોકસભાના ચુંટણી પ્રચારના પડઘમ સાંજે શાંત થઇ જશે ત્યારે હાર્દિક પટેલ આજે જામનગર જીલ્લાના ૧૦ થી વધુ ગામોમાં પ્રચાર માટે આવી રહ્યો ત્યારે તેને પોતાની સુરક્ષાને લઈને જામનગર એસપીને પત્ર પણ લખ્યો છે.