mysamachar.in-ગાંધીનગર
લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.જેના ભાગ રૂપે ગાંધીનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવસાતવની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.જેમા 10 ધારાસભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો છે.આ અંગે રાજીવ સાતવને પુછવામાં આવતા તેમણે સમગ્ર વાતને છેદ ઉડાવી દેતા જણાવ્યું હતું કે, જે ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે તે પોતાના વ્યક્તિગત કારણોસર ગેરહાજર રહ્યા છે.
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે,લોકસભાની ચૂંટણી જીતવના સંકલ્પ સાથે ધારાસભ્યોએ એક એક લોકસભા બેઠક દતક લેવાનો નિર્ણય કર્યો છે.ખાટલાબેઠક મહોલ્લા પરિષદ જિલ્લા પંચાયત ચોરે પે ચર્ચા ખેડૂતો બેરોજગાર મુદ્દે જનઆક્રોશ રેલી યોજવામાં આવશે. ગ્રામસભા થશે ખેડૂતો યુવાને મોંઘવારી જનઆક્રો રેલી જિલ્લા પંચાયત અને વોર્ડ વાઇઝ લોકદરબાર જનસંકલ્પ રેલીનું આયોજન અને લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પરિવર્તન સંકલ્પ સંમેલન પણ યોજવામાં આવશે
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. જેને લઇને બેઠક મળી હતી.કોંગ્રેસને 2014 માં એક પણ બેઠક મળી ન હતી. પંરતું 2019ની લોકોસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસને 14 કરતા વધારે બેઠકો મેળવાની શક્યતાઓ પણ આજની બેઠક બાદ વ્યક્ત કરવામાં આવી રહી છે.