Mysamachar.in-જામનગર:
જામનગર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાં અને ગ્રામ્ય બેઠકના ઉમેદવાર જયંતિ સભાયાના સમર્થનમાં ઓશવાળ સેન્ટર ખાતે કોંગ્રેસનું પણ સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસનાં પીઢ નેતા ચંદ્રિકાબેન ચુડાસમા, અર્જુનભાઈ મોઢવાડિયા, ભીખુભાઈ વારોતરીયા, ધારાસભ્ય વિક્રમ માડમ, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા, કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મૂછડીયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી અને પૂર્વ કોર્પોરેટર તુલસી સભાયા સહિત આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા,દરમ્યાન જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસે આયાતી ઉમેદવાર પર પસંદગી ઉતારતા ખુદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલની ખુલ્લેઆમ નારાજગી સામે આવી છે અને આજના કોંગ્રેસના કાર્યક્રમમાં ન જોડાઈને કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે નારાજગી દર્શાવી છે. ત્યારે શરૂઆતમાં જ કોંગ્રેસનો આંતરીક ડખ્ખો સપાટી પર આવી જતા કોંગ્રેસના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે,

કોંગ્રેસના આ સંમેલનમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ પોતાના પ્રવચનમાં આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરીને જણાવ્યુ હતું કે, બુદ્ધિશાળી બધા અહી છે ત્યાં બધા ડોબા છે અને હા હા કરવા વાળા સામે છે તેવી ટકોર કરી હતી,

જ્યારે જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભાષણ કરવા ઊભા થયા ત્યારે જયંતિ સભાયાએ સંબોધનમાં જ બાફયુ કે, મારા સાથી ધારાસભ્ય પોતે ધારાસભ્ય થઈ ગયા હોય તેમ કહીને પોતાને આઇટમ ગણાવ્યા અને હું ભાજપને બતાવીશ કે હું કેવી આઇટમ છું તેવો પડકાર ફેકવામાં આવ્યો હતો અને જામનગર ડિસ્ટ્રીક્ટ કો. બેન્કના ચેરમેન અશોક લાલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે સરકાર ખેડૂતોની મશ્કરી કરી રહી છે ખેડૂતોને અન્યાય સામે લડવા હું આગેવાની લઈશ તેમ કહીને ખેડૂતોના પ્રશ્ને સરકાર પર પ્રહારો કર્યા હતા.

ઉપરાંત ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પણ પોતાના ભાષણની શરૂઆતમાં જ વેચાઈ રહેલા નેતાઓ પર પ્રહારો કરીને આકરી ટીકા કરી હતી અને આક્રમક શબ્દોમાં વિરોધીઓ પર તૂટી પડ્યા હતા.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.