mysamachar.in-અમદાવાદ
લોકસભાનો રંગ ગુજરાતમાં બરોબર જામી રહ્યો હોય તેમ હજુ તો ચુંટણી જાહેર નથી થઇ તે પૂર્વે જ કોંગ્રેસપક્ષે ગુજરાતની અલગ અલગ ચાર લોકસભા બેઠકો માટે ના પોતાના ઉમેદવારોના નામો આજે જાહેર કરી દીધા છે,જાહેર કરાયેલા નામોમા અમદાવાદ વેસ્ટ એસસી બેઠક માટે રાજુ પરમાર,આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી,વડોદરા બેઠક પરથી પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુર બેઠક પરથી રણજીત રાઠવા ના નામ પર મહોર મારી દેવામાં આવી છે,જાણવા એવું પણ મળી રહ્યું છે કે અન્ય નામો ની યાદી પણ ટુકસમયમાં જાહેર કરવામાં આવશે,જેમાં હાર્દિકપટેલ,લલિત વસોયા સહીતના નામો પણ સંભવિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

