Mysamachar.in-જામનગર:
જામનગરમાં આજે કોંગ્રેસના નેતાઓએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પરિષદમાં ઈલેકટોરલ બોન્ડ અંગે પક્ષે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને શાસકપક્ષની નીતિને લૂંટનીતિ લેખાવી, આ નીતિનો પત્રકારો સમક્ષ પર્દાફાશ કરી શાસકો પર આકરાં પ્રહારો કર્યા હતાં.કોંગ્રેસ નેતાઓ દ્વારા કહેવાયું કે, ભાજપ સરકારની ઈલેકટોરલ બોન્ડ નીતિ ચંદા દો, ધંધા લો નીતિ પર આધારિત છે અને લાંચના બદલામાં કોન્ટ્રાક્ટ મેળવી શકાય છે એમ આ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને, ઈલેકટોરલ બોન્ડ યોજનાને દુનિયાનું સૌથી મોટું કૌભાંડ લેખાવવામાં આવ્યું હતું. ચૂંટણીઓ નજીક આવતાં ઈલેકટોરલ બોન્ડ મુદ્દો બનવા જઈ રહ્યા છે.