Mysamachar.in-વલસાડ
હજુ તો હમણાની જ વાત છે કે નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીના મામલતદાર સહિતના 4 અધિકારી કર્મચારી 90,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ચુક્યા હતા, ત્યારે આજે ફરી એક લાંચીયો કર્મચારી એસીબીની ઝપટે ચઢી ગયો છે, વાત છે વલસાડ નગર પાલિકાની જ્યાં….લગ્નની નોંધણી વિભાગમાં ફરજ બજાવતા મનીષ સોલંકીએ લગ્નની નોંધણીના રૂપિયા 1 હજાર લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાયા હતા. ફરિયાદી પાસેથી સર્ટિફિકેટના બદલમાં ટેક્સ મેસેજ મોબાઈલમાં કરીને રૂપિયાની માંગ કરવામાં આવી હતી. હાલ આરોપીને ઝડપી લઈને ACBએ વધુ તપાસ હાથ ધરી છે.
ફરીયાદી વકીલાતનો વ્યવસાય કરતા હોય અને તેઓના અસીલની લગ્નની નોંધણી કરવા માટે ફરીયાદીએ વલસાડ નગરપાલીકા ખાતે બે અલગ-અલગ અરજીઓ કરેલ હોય ફરિયાદી વકીલ લાંચની રકમ આપવા માંગતા ન હોય, વલસાડ અને ડાંગ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરી છટકા દરમ્યાન લાંચિયા ઓપરેટરે ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી ઝડપાઈ ગયો હતો.