Mysamachar.in-જામનગર:
જામનગર શહેર ભાજપના એક નેતા અને તેમના બે સાળાઓ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એક દિવ્યાંગ વ્યક્તિએ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા ભાજપ સહિતના વર્તુળોમાં આ મામલાએ ભારે ચકચાર જગાવી છે, સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં જાહેર થયેલ વિગતો કહે છે કે
જામનગર શહેરના એફ-3 આધેશ્વર એપાર્ટમન્ટ આશાપુરા સોસાયટી હિંગળાજ ચોક પાસે વસવાટ કરતા ઇન્દ્રજીતસિહ દિલુભા જાડેજાએ જેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે જામનગર શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવાએ રણજીતનગર જુની પોસ્ટ ઓફીસવાળી જગ્યામાં રીડેવલોપમેન્ટ સ્કીમમાં એપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલુ કરેલ હોય તેમા ફરીયાદી ઇન્દ્રજીતસિંહે ફલેટ બજારભાવ કરતા ઓછી કિમતે લેવાનુ કહી ભરોસો આપી તે મુજબ ફલેટ લેવાનુ નકકી કરી જે પેટે ઇન્દ્રજીતસિંહે વિજયસિંહ જેઠવાના કહેવાથી તેઓના સાળા ભગીરથસિંહ ગોહીલ અને લાલભા ગોહીલને અલગ અલગ સમયે કટકે કટકે રૂપીયા બાવીસ લાખ આપેલ જે બાદ આરોપીઓએ નક્કી થયા મુજબ ફલેટનુ કામ ન કરી આપતા ફરિયાદી ઇન્દ્રજીતસિંહે ફલેટ લેવાનુ કેન્સલ કરી તેઓએ જે આરોપીઓને ફલેટ ખરીદવાના પૈસા આપેલ તે પૈસા પરત માંગતા તે પૈસા આજદિન સુઘી નહી આપી વિજયસિંહ જેઠવાએ ફરીયાદીને ફોન ઉપર ફરીયાદી ઇન્દ્રજીતસિંહ હેન્ડીકેપ હોવાનુ પોતે જાણતા હોવા છતા તેઓને બિભીત્સ વાણી વિસાલ કરી પૈસા પરત નથી આપવા જે થાય તે કરી લે તેમ ઘમકાવી આમ તમામ આરોપીઓએ મળી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કર્યા અનાગે IPC કલમ 406, 420, 504 તથા પી.ડબ્લ્યુ.ડી એકટ કલમ 7,92 મુજબ ફરિયાદ નોંધાવતા સીટી સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે મહામંત્રીએ ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે હું આ મામલે કાયદાકીય રીતે આગળ વધીશ