Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામે પીજીવીસીએલ વાંકાનેરમાં ફરજ બજાવતા હરેશભાઇ દામજીભાઇ કાનજીભાઇ ખાંડેકા નામના નાયબ ઇજનેર તેમની ટીમ સાથે સનાળા ગામે વીજ ચેકિંગમાં ગયા હતા, દરમિયાન સવારના આઠેક વાગ્યે સનાળા ગામમાં રહેતા ધીરૂભાઇ જેરામભાઇ વિરાણીના રહેણાક મકાને વીજ ચેકીંગમા જતા તેઓના ધરે વીજચોરી માલુમ પડતા તેઓનુ મીટર ઉતારી લેતા આ વાતનો ખાર રાખી..
આરોપીઓ ધીરૂભાઇ જેરામભાઇ વિરાણી તથા સનાળા ગામના સરપંચ જયદેવસિંહ બનેસંગ જાડેજા તથા જયુભા પ્રવિણસિંહ જાડેજા તથા રાજેશભાઇ ચનાભાઇ ગધેથરીયા રહે- બધા સનાળા ગામ વાળાઓએ ભેગા મળી ફરીયાદી નાયબ ઈજનેરની રાજ્યસેવક તરીકેની ફરજ બજાવતા રોકી ગાળો આપી ઝાપટો અને પગથી પાટાનો માર મારી ફરીયાદીને જમીન ઉપર પાડી દઇ હવે પછી ક્યારેય અમારા ગામમા દેખાતો નહી બાકી જીવતા રહેશો નહી તેવી ધમકી આપી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી સબબની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પીજીવીસીએલના નાયબ ઈજનેરે નોંધાવી છે.