Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠે તેવી ઘટના સામે આવી છે, દ્વારકા જીલ્લાના ભાણવડમા એક વૃદ્ધાના ઘરમા ઘુસી જઈને કેટલાક શખ્સો સર્વિસ રોડ પરથી નહિ નીકળવાના મુદ્દે ધમાલ મચાવ્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, ભાણવડના ઝારેરા વાડી વિસ્તારમા વસવાટ કરતાં સતીબેન માલદેભાઈ ધુતના ઘરમાં દીલીપ મનસુખ પાથર, જયસુખ મનસુખ પાથર, મનસુખભાઈ રામભાઈ પરમાર, અને રાહુલ નગાભાઈ પાથર સહિતના શખ્સોએ સતીબેનના કબ્જાની ખેતીની જમીનમા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી હાથમા લાકડીઓ લઈ આવી સતીબેન તેમજ અન્ય હાજર પરિવારના સભ્યોને આવેલા શખ્સોએ ધમકી આપેલ કે કેનાલના સર્વીસ રોડ ઉપરથી નહી નીકળવાનુ નીકળસો તો ટાટીયા ભાંગી નાખીશુ ધમકી આપ્યા બાદ ગાળો ભાંડી સતીબેનના ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરેલ હતા, જે બાદ અન્ય શખ્સો પણ ત્યાં આવી પહોચ્યા હતા, અને પથ્થરોના છુટા ઘા મારતા ફરિયાદી સતીબેનને વાસામા તેમજ બંને હાથમા લાગતા મુંઢ ઈજાઓ કરી ધાકધમકી અને દંગલ મચાવવાના આ મામલે ભાણવડ પોલીસમથકમાં ગુન્હો નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.