Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકામાં આવેલા નિર્ધન ચોક વિસ્તારમાં રહેતા જયંતકુમાર રણછોડભાઈ સામાણી નામના 64 વર્ષના વૃદ્ધની માલિકીની એવી દ્વારકા સીટીના જોધાભા માણેક રોડ પર આવેલી સીટી સર્વે નંબર 800 પૈકીની 277.45 ચોરસ મીટર વાળી કિંમતી જમીન રંજનબેન કિશોરભાઈ ભાયાણી, કિશોરભાઈ પ્રભુદાસ ભાયાણી અને મેહુલ કિશોરભાઈ ભાયાણી (રહે. બિરલા પ્લોટ, દ્વારકા) નામના ત્રણ પરિવારજનોએ છેલ્લા ઘણા સમયથી દબાણ કરી અને પચાવી પાડતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. જે અંગે દ્વારકા પોલીસે રૂપિયા 97,07,600 જેટલી બજાર કિંમતની આ જમીન પર દબાણ કરવા સબબ મહિલા સહિત ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ કરવામાં આવી છે.